
પાટણ, 21 માર્ચ (હિ.સ.) : પાટણ શહેર અને જિલ્લામાં મુસ્લિમ સમાજે રમઝાન ઈદ (ઈદ-ઉલ-ફિત્ર) ની આનંદમય ઉજવણી કરી. રમઝાન માસ પૂર્ણ થતાં સિદ્ધિ સરોવર સામે આવેલી ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓએ વિશેષ નમાઝ અદા કરી અને પછી એકબીજાને ગળે મળી શુભેચ્છાઓ પાઠવી.
ઈસ્લામમાં પવિત્ર ગણાતો રમઝાન મહિનો પૂર્ણ થયા પછી ઉજવાતું આ પર્વ કૃતજ્ઞતા, એકતા અને ભાઈચારાનું પ્રતિક છે. ઈદ-ઉલ-ફિત્ર કરુણા અને ઉદારતાના મૂલ્યો દ્વારા સમાજમાં આનંદ અને સૌહાર્દ વધારે છે.
આ પ્રસંગે મૌલાના ઇમરાને ઈદનો સંદેશ આપતા કહ્યું કે આપણે સૌ ભારતીયો એક જ પરમાત્માના સંતાનો છીએ અને શાંતિ તથા ભાઈચારા સાથે જીવન જીવવું જોઈએ.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ