ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે “Odoo x Gujarat Vidyapith Hackathon 26”નું આયોજન
ગાંધીનગર, 21 માર્ચ (હિ.સ.) : ગૂજરાત વિદ્યાપીઠ અને Odooના સહયોગથી તા. 21 અને 22 માર્ચ 2026 દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે “Odoo x Gujarat Vidyapith Hackathon 26” યોજાશે. આ હેકાથોન અંતર્ગત પ્રથમ તબક્કો વર્ચ્યુઅલ રાઉન્ડ તરીકે યોજાયો હતો. આ વર્
અમદાવાદ ખાતે યોજાશે


ગાંધીનગર, 21 માર્ચ (હિ.સ.) : ગૂજરાત વિદ્યાપીઠ અને Odooના સહયોગથી તા. 21 અને 22 માર્ચ 2026 દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે “Odoo x Gujarat Vidyapith Hackathon 26” યોજાશે.

આ હેકાથોન અંતર્ગત પ્રથમ તબક્કો વર્ચ્યુઅલ રાઉન્ડ તરીકે યોજાયો હતો. આ વર્ચ્યુઅલ રાઉન્ડમાં જેમાં ગુજરાત ઉપરાંત દેશભરના 15 કરતાં વધુ રાજ્યોમાંથી 893 ટીમનાં 2151 સહભાગીઓએ નોંધણી કરાવી હતી. જેમાંથી અંતિમ તબક્કા માટે 8 રાજ્યો અને 150 કરતા વધુ કોલેજોની કુલ 72 ટીમનાં 239 સહભાગીઓને પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં ગૂજરાત વિદ્યાપીઠની 6 ટીમ પસંદગી પામેલ છે.

પ્રથમ રાઉન્ડમાં પસંદગી પામેલ ટીમો તારીખ 21-22 માર્ચ દરમિયાન અંતિમ તબક્કાના ઓફલાઇન રાઉન્ડ માટે ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે 24 કલાકની કોડિંગ હેકાથોનમાં હાજર રહેશે.

આ 24 કલાકની કોડિંગ હેકાથોનનો પ્રારંભ 21 માર્ચ 2026ના રોજ સવારે 10:00 વાગ્યે થશે. સમાપન સત્ર ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ.હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે. જેમાં સહભાગીઓ પોતાના પ્રોજેક્ટ્સનાં પ્રેઝન્ટેશન રજૂ કરશે અને નિષ્ણાત મંડળના મૂલ્યાંકન બાદ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.

આ હેકાથોનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં નવીનતા, ટેક્નોલોજી પ્રત્યે રુચિ અને પ્રાયોગિક કુશળતાઓનો વિકાસ કરવાનો છે. વિજેતાઓને કુલ રૂપિયા 1,05,000ના રોકડ ઇનામ ઉપરાંત કારકિર્દી વિકાસ, કુશળતા વૃદ્ધિ અને વ્યાવસાયિક ક્ષેત્રમાં નવી તકો પ્રાપ્ત થશે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande