ગઢડામાં મુસ્લિમ અગ્રણીના નિવાસ્થાન ખાતે વિવિધ સમાજમાં લોકોએ ભાઈચારાનો સંદેશ આપ્યો.
બોટાદ, 21 માર્ચ (હિ.સ.) ગઢડા શહેરમાં કોમી એકતા અને ભાઈચારો મજબૂત બને તેવા શુભ હેતુ સાથે મુસ્લિમ સમાજના અગ્રણી અને જાણીતા સેવાભાવી આગેવાન તેમજ પ્રતિષ્ઠિત બિઝનેસમેન ઈરફાન ખીમાણી દ્વારા તેમના નિવાસસ્થાને રમજાન ઈદ નિમિત્તે પરંપરાગત સ્નેહ મિલનનું આયો
ઈદ


બોટાદ, 21 માર્ચ (હિ.સ.) ગઢડા શહેરમાં કોમી એકતા અને ભાઈચારો મજબૂત બને તેવા શુભ હેતુ સાથે મુસ્લિમ સમાજના અગ્રણી અને જાણીતા સેવાભાવી આગેવાન તેમજ પ્રતિષ્ઠિત બિઝનેસમેન ઈરફાન ખીમાણી દ્વારા તેમના નિવાસસ્થાને રમજાન ઈદ નિમિત્તે પરંપરાગત સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.દર વર્ષે યોજાતા આ સ્નેહમિલન કાર્યક્રમમાં આ વર્ષે પણ શહેરના વિવિધ વર્ગોના લોકો ઉત્સાહભેર જોડાયા હતા.

ધાર્મિક અગ્રણીઓ, સંતો, સામાજિક આગેવાનો, રાજકીય ક્ષેત્રના ભાજપ અને કોંગ્રેસના પ્રતિનિધિઓ, ડોક્ટરો, વકીલો, સરકારી અધિકારીઓ, પત્રકાર મિત્રો તેમજ ઈરફાનભાઈના મિત્રવર્તુળે મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા પરંપરાગત ઈદની વાનગીઓ જેવી કે ખીર, ખુરમો અને ખજૂરનો સ્વાદ માણવામાં આવ્યો હતો. સૌએ એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી અને ભાઈચારા તથા પરસ્પર સન્માનના સંદેશાને વધુ મજબૂત બનાવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન દેશભરમાં કોમી એકતા, શાંતિ અને સૌહાર્દનો માહોલ કાયમ રહે તેવી દુઆ પણ કરવામાં આવી હતી. ખીમાણી પરિવાર દ્વારા વર્ષોથી આ પ્રકારના સ્નેહમિલન દ્વારા સમાજમાં એકતા અને સહઅસ્તિત્વનો સંદેશ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે ગઢડા શહેર માટે ગૌરવની બાબત છે.

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande