સોમનાથથી દ્વારકા, ઓખા નવી એસ.ટી. બસ સેવાનો પ્રારંભ
ગીર સોમનાથ 21 માર્ચ (હિ.સ.) યાત્રાધામ સોમનાથ અને દ્વારકા વચ્ચે મુસાફરી કરતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક જનતાની સુવિધામાં વધારો કરવાના હેતુથી આજે સોમનાથ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલચુડાસમા દ્વારા નવી એસ.ટી. બસનું
સોમનાથથી દ્વારકા, ઓખા નવી એસ.ટી. બસ સેવા


ગીર સોમનાથ 21 માર્ચ (હિ.સ.) યાત્રાધામ સોમનાથ અને દ્વારકા વચ્ચે મુસાફરી કરતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક જનતાની સુવિધામાં વધારો કરવાના હેતુથી આજે સોમનાથ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલચુડાસમા દ્વારા નવી એસ.ટી. બસનું વિધિવત ઉદ્ઘાટન કરી તેને લીલી ઝંડી બતાવવામાં આવી હતી.

અનોખું અભિવાદન: ઉદ્ઘાટન બાદ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ બસના ડ્રાઈવર અને કંડક્ટરનું સન્માન કરી તેમને બસમાં બેસાડ્યા હતા અને પોતે ડ્રાઈવિંગ સીટ પર બેસી બસ હંકારી હતી.

ધારાસભ્યએ પોતે બસ ચલાવી તમામ કાર્યકર્તાઓ અને પ્રવાસીઓને સોમનાથ દાદાના દર્શન કરાવ્યા હતા, જે ઉપસ્થિત સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

બે યાત્રા ઘામનું જોડાણ: આ નવી બસ સેવા શરૂ થવાથી હવે શ્રદ્ધાળુઓ એક યાત્રાધામ સોમનાથથી બીજા યાત્રાધામ દ્વારકા સુધીની સફર વધુ સરળતાથી અને આરામદાયક રીતે કરી શકશે.

આ પ્રસંગે વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે, યાત્રિકોની સુવિધા એ અમારી પ્રાથમિકતા છે. સોમનાથ અને દ્વારકા બંને પવિત્ર સ્થળો હોવાથી અહીં પ્રવાસીઓનો ઘસારો વધુ રહે છે. આ નવી બસ સેવા શરૂ થવાથી યાત્રીઓને પડતી મુશ્કેલીઓ દૂર થશે અને પ્રવાસ વધુ સગવડ બનશે.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં એસ.ટી. વિભાગના અધિકારીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નવી બસ સેવાની શરૂઆત થતા જ મુસાફરોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande