
પોરબંદર, 21 માર્ચ (હિ.સ.)ભાજપ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદિશ વિશ્વકર્માના માર્ગદર્શન હઠેળ પોરબંદર જીલ્લા ભાજપની કારોબારી સભ્યોની યાદી જાહેર કરવામાં આવી જેમા પોરબંદર જીલ્લાના કુલ 69 આગેવાનોનો કારોબારીમા સમાવેશવિશેષ આમંત્રિત સભ્યોમા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા અને પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા સહીતના કુલ 15 આગેવાનોનો સમાવેશ કરવામા આવ્યો છે. પોરબંદર જીલ્લા ભાજપના પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી અને મહામંત્રી પ્રવિણભાઈ ખોરાવા,પ્રવિણભાઇ ઓડેદરા અને રામભાઈ કરગઠીયાએ શુભેરછા પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya