
પાટણ, 21 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લાના ચાણસ્મામાં ઝિલીયા ફાર્મહાઉસ પર ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી બીજા દિવસે પણ ચાલુ રહી છે. તંત્ર દ્વારા કુલ 7110 ચોરસ મીટર જમીનમાં થયેલા દબાણને તબક્કાવાર દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
ચાણસ્માના મામલતદાર વિજયદાન ગઢવીએ જણાવ્યું કે ગતરોજ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ સાંજ પડતાં તેને અસ્થાયી રીતે બંધ રાખવામાં આવી હતી.
આજે બીજા દિવસે ફરી કામગીરી શરૂ કરી ફ્લોરિંગ અને શેડ સહિતના દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે તમામ ગેરકાયદેસર દબાણો તબક્કાવાર દૂર કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ