ભાવનગર જિલ્લામાં રહેતા આ મહિલા ગૃહ ઉદ્યોગ ચલાવી આત્મ નિર્ભર બન્યા.
ભાવનગર, 21 માર્ચ (હિ.સ.) હાલના સમયમાં મહિલાઓ માત્ર ઘરકામ પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ તેઓ પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરી તેમાંથી આવક મેળવી આત્મ નિર્ભર બની રહ્યા છે.સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓ, સહાય અને લોનની સુવિધાઓ મહિલાઓ માટે આશીર્વ
વસ્તુ


ભાવનગર જિલ્લામાં રહેતા આ મહિલા ગૃહ ઉદ્યોગ ચલાવી આત્મ નિર્ભર બન્યા.


ભાવનગર, 21 માર્ચ (હિ.સ.) હાલના સમયમાં મહિલાઓ માત્ર ઘરકામ પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ તેઓ પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરી તેમાંથી આવક મેળવી આત્મ નિર્ભર બની રહ્યા છે.સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓ, સહાય અને લોનની સુવિધાઓ મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. મહિલાઓ સખી મંડળ, સ્વ સહાય જૂથ સાથે જોડાઈને ગૃહ ઉદ્યોગ શરૂ કરવા લાગ્યા છે જેમાં હાલ જોઈએ તો અનેક મહિલાઓ ઘરેથી અલગ અલગ પ્રકારના સાબુ, ખાખરા ઉદ્યોગ, સિલાઈ કામ, ભરતગુંથણ, કેન્ડીક્રાફ્ટ ની અલગ અલગ વસ્તુઓ વગેરેનું વેચાણ કરીને પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ બની રહ્યા છે.

ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં રહેતા મહિલા તેઓ ઘરકામ સાથે સાથે સિલાઈ કામ કરે છે અને તે સાથે ભરતગુંથણ, પર્સ બનાવટ તેમજ રેડીમેડ વસ્તુઓ લાવીને વેચાણ કરવાનો વ્યવસાય પણ તેઓ કરી રહ્યા છે.આ મહિલાએ પોતાના વ્યવસાયને મજબૂત બનાવવા માટે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો લાભ લીધો હતો. આ યોજનાના માધ્યમથી તેમને લોન મળતા તેઓએ જરૂરી સામાન ખરીદ્યો અને વ્યવસાય શરૂ કર્યો.તેઓ બનાવતી વસ્તુઓમાં ભરતગુંથણવાળા કપડા, સુંદર ડિઝાઇનવાળા પર્સ તેમજ રોજિંદા ઉપયોગમાં આવતી રેડીમેડ વસ્તુઓનો સમાવેશ થાય છે. સ્થાનિક બજારમાં તેમજ આસપાસના વિસ્તારોમાં તેમની વસ્તુઓને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ અંગે સંગીતાબેને જણાવ્યું કે હું છેલ્લા 20 વર્ષથી ફોલ બિડિંગનું કામ હું કરું છું. સાથે સાથે ઘર બેઠા અલગ અલગ પ્રકારની વસ્તુઓ તૈયાર કરીને તેનો વેચાણ કરી રહી છું. જેમાં ભરત ગુંથણ ની અલગ અલગ વસ્તુઓ, ઘરના સુશોભનમાં વપરાતી વસ્તુઓ, આ ઉપરાંત પણ અનેક પ્રકારની વસ્તુઓ છે હું રેડીમેટ તૈયાર લાવીને અહીંયા તેનું વેચાણ કરી રહી છું. દર મહિને હું આ અલગ અલગ પ્રકારની વસ્તુઓનું વેચાણ કરીને મહિને 10000 રૂપિયા કરતા પણ વધુ ની આવક મેળવી શકું છું. મેં લોન મેળવીને આ વ્યવસાય શરૂ કર્યો છે.

મેં પી એમ સ્વ નીતિ યોજના નો લાભ મેળવીને આ વ્યવસાય શરૂ કર્યો છે. જેના થકી હું આજે અનેક વસ્તુઓ તૈયાર કરીને સારી રીતે તેનું વેચાણ કરી રહી છે જેમાં ખાસ કરીને સિલાઈ કામ કરતી હોવાના કારણે પર્સ, રૂમાલ જેવી અલગ અલગ વસ્તુઓ પણ તૈયાર કરું છું અને તેનું ઘર બેઠા જ વેચાણ મારે થઈ રહ્યું છે ભાવનગર જીલ્લો જ નહીં પરંતુ અલગ અલગ જગ્યાઓ પર પણ આ વસ્તુનું વેચાણ થઈ રહ્યું છે. એની સાથે સાથે અલગ અલગ મસાલાઓ જે રેડીમેટ તૈયાર લાવીને તેનો પણ હું વેચાણ કરું છું.

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande