
- અમેરિકન બનાવટના (USA Origin) અત્યાધુનિક વોઈસ પ્રોસ્થેસિસ દ્વારા અન્નનળી જ સ્વરપેટીનું કામ કરવા લાગે છે
વડોદરા,21 માર્ચ (હિ.સ.) વડોદરાની સયાજી હોસ્પિટલના ઓન્કોસર્જરી વિભાગ દ્વારા ગળાના કેન્સરના દર્દી પર ટોટલ લેરીન્જેક્ટમી અને TE પ્રોસ્થેસિસ ની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ ઓપરેશન ઓન્કોસર્જન ડો. નિસર્ગ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની સર્જિકલ કુશળતાને કારણે કેન્સર દૂર કરવાની સાથે અમેરિકન બનાવટના (USA
Origin) અત્યાધુનિક વોઈસ પ્રોસ્થેસિસને સફળતાપૂર્વક બેસાડી શકાયું છે. આ ટેકનોલોજી દ્વારા અન્નનળી જ સ્વરપેટીનું કામ કરવા લાગે છે, જેનાથી દર્દી ફરીથી બોલી શકશે.
આ સર્જરીમાં અમે અમેરિકન બનાવટના (USA Origin) અત્યાધુનિક વોઈસ પ્રોસ્થેસિસનો ઉપયોગ કર્યો છે, જે વિશ્વભરમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. કેન્સરને કારણે સ્વરપેટી દૂર કરવાથી દર્દી પોતાનો અવાજ ગુમાવે છે. તેને પાછો મેળવવા માટે, અમે શ્વાસની નળી અને અન્નનળી વચ્ચે આ ખાસ સિલિકોન વાલ્વ બેસાડીએ છીએ.
અમેરિકામાં વિકસિત આ ટેકનોલોજી હવાને અન્નનળીમાં મોકલીને અવાજ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, સાથે જ તે ખોરાકને ફેફસાંમાં જતો અટકાવે છે. આવી આંતરરાષ્ટ્રીય સ્તરની ટેકનોલોજી સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવીને અમે સુનિશ્ચિત કરીએ છીએ કે ગરીબ દર્દીઓને પણ વિશ્વસ્તરીય સારવાર મળે ડો. નિસર્ગ શાહ.
આ જટિલ કામગીરીમાં ડો.રંજન ઐયર સુપ્રિટેન્ડન્ટ એસએચજી, ડો. શિવાંગ અને ડો. એન. જે. શાહના નેતૃત્વ હેઠળના જનરલ સર્જરી વિભાગ તેમજ ડો. દિવ્યા માથુરની એનેસ્થેસિયા ટીમનો પણ મહત્વનો ક્લિનિકલ સહયોગ પ્રાપ્ત થયોહતો.
ખાનગી હોસ્પિટલમાં લાખોનો ખર્ચ ધરાવતી આ અદ્યતન અમેરિકન ટેકનોલોજીની સારવાર PMJAY (આયુષ્માન ભારત) યોજના હેઠળ ગરીબ દર્દીને તદ્દન મફત આપવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ