
જામનગર, 22 માર્ચ (હિ.સ.) : ગુજરાત મહેસૂલ વિભાગ દ્રારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજ્યમાં ફરજ બજાવતા કલાર્ક અને તલાટી મંત્રીમાંથી 800ને નાયબ મામલતદારના પ્રમોશન આપવામાં આવ્યા હતા.જેમાં જામનગર કલેકટર કચેરી ખાતે 22 નિમણૂક આપવામાં આપવામાં આવી છે.આ નાયબ મામલતદારોની નિમણૂક થવાથી મહેસુલી કામકાજને વેગ મળશે.હાલના નાયબ મામલતદારો ઉપર કામનું ભારણ પણ ઘટશે.
મહેસુલ વિભાગમા જુદી જુદી કલેટર કચેરીમાં કલાક તથા તલાટી ફરજ બજાવતા કર્મચારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે.જેમાં જામનગર કલેકટર કચેરી ખાતે 22 નાયબ મામલતદારોને નિમણૂક આપવામાં છે.
તેમાં દીપકકુમાર હેમતરાય અગ્રવાત, આરતી તુલસીભાઈ સરવૈયા, ગોપી સુરેશભાઈ વડાલીયા, વિજય તુલસીભાઈ નંદાસણા, નિતા કિશોરભાઈ ભટ્ટી, રવીરાજસિંહ અજીતસિંહ ગોહિલ, રવીરાજસિંહ દિલીપસિંહ જાડેજા,મિહિર વનરાજસિંહ હેરમાં, જ્યોતિબા વજુભા પરમાર, સહદેવસિંહ જાદારસિંહ રાઠોડ, હરદેવભાઈ બેચારભાઈ સોલંકી, અજયભાઈ ઉનડકટ, વિપુરભાઈ લક્ષ્મીદાસભાઈ હરવાર, પૃથ્વીરાજસિંહ જાદવ, રવી બાલુભાઈ બરવવા રવીરાજસિંહ પરમાર, તુલસીકુમાર ગોંડલીયા, જયદીપ પી. જાગણી જયદીપસિંહ જાડેજા, મોની કે. રાવલ, સ્વાતિ એન. રાણપરા, ચાંદની વી. પરમાર જામનગર નિમણુંક કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt