બોટાદના ગઢડા રોડ પર ગુરુકુળ ખાતે નિશુલ્ક નિદાન કેમ્પ યોજાયો, અનેક દર્દીઓને મળ્યો આરોગ્ય લાભ.
બોટાદ, 22 માર્ચ (હિ.સ.)બોટાદ જિલ્લાના ગઢડા રોડ પર આવેલ ગુરુકુળ ખાતે નિશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદની શેલ્બી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામા
કેમ્પ


બોટાદ, 22 માર્ચ (હિ.સ.)બોટાદ જિલ્લાના ગઢડા રોડ પર આવેલ ગુરુકુળ ખાતે નિશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદની શેલ્બી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ હાજરી આપી આરોગ્યલાભ મેળવ્યો હતો.

કેમ્પનો મુખ્ય હેતુ ગ્રામ્ય અને શહેરના સામાન્ય લોકો સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો હતો. આ નિદાન કેમ્પમાં અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાડકાં તેમજ અન્ય સામાન્ય બીમારીઓ માટે વિશેષ નિદાન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

દર્દીઓ માટે નિશુલ્ક ચેકઅપ સાથે જરૂરી દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ઘણા દર્દીઓએ જણાવ્યું હતું કે આવા કેમ્પોના કારણે તેઓને મોટા શહેરોમાં જવાનું ટળી જાય છે અને ઘરઆંગણે જ યોગ્ય સારવાર મળી રહે છે. ખાસ કરીને વડીલો અને આર્થિક રીતે નબળા વર્ગ માટે આ કેમ્પ ખૂબ જ ઉપયોગી સાબિત થયો હતો.

આ કાર્યક્રમ દરમિયાન ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પને સફળ બનાવવા માટે વ્યવસ્થામાં સહકાર આપ્યો હતો. કેમ્પમાં આવનાર દરેક દર્દી માટે યોગ્ય માર્ગદર્શન અને સારવાર સુનિશ્ચિત કરવામાં આવી હતી.

આ પ્રકારના આરોગ્ય કેમ્પો સમાજ માટે આશીર્વાદરૂપ છે, કારણ કે તે આરોગ્ય જાગૃતિ વધારવા સાથે સમયસર નિદાન અને સારવારમાં મદદરૂપ બને છે. આયોજકો દ્વારા ભવિષ્યમાં પણ આવા કેમ્પો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું હતું અને લાભાર્થીઓએ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande