
ગીર સોમનાથ, 22 માર્ચ (હિ.સ.) : ઉના શહેર તાલુકા તેમજ ગીરગઢડા તાલુકાના લોકો માટે સતત પ્રયત્નશીલ રહેતા ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની વિશેષ ઉપસ્થિતમા ઉના થી રાજકોટ ની કુલ ૩ (ત્રણ) એસ.ટી.બસ તેમજ ગીરગઢડા થી કૃષ્ણનગર ની કુલ ૨ (બે) એસ.ટી. બસ ઉના એસ.ટી.ડેપોમાં આવેલ કુલ નવી પાંચ બસોનું રૂટ વાઈઝ લોકાર્પણ કરવામાં આવ્યુ. ઉના એસ.ટી.બસ સ્ટેન્ડ મુકામે થી કુલ નવી ૫ (પાંચ) બસોને ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ (કે.સી.રાઠોડ) ના હસ્તે લીલીઝંડી આપી અને શુભારંભ કરવામાં આવ્યું હતું. આ રૂટની બસો શરૂ થવાથી ઉના ગીરગઢડા તાલુકાની પેસેન્જર જનતાને ફાયદો થશે અને વધુ લાભ થશે.
આ તકે ઉના ડેપો મેનેજર મકવાણા ઉના રવિભાઈ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ કારીયા, નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ બાંભણીયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મિતેશભાઈ શાહ, નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન ધીરુભાઈ છગ, શહેર ભાજપ મહામંત્રી કાંતિભાઈ છગ, કિરીટભાઈ વાજા, શહેર ભાજપ ઉપપ્રમુખ હિરેનભાઈ સોલંકી, આશિષભાઈ ધકાણ, બાબુભાઈ ડોડીયા, શહેર ભાજપ મંત્રીશ્રી જયેશભાઈ ચુડાસમા, પિયુષભાઈ જાની, શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ ભાવેશભાઈ વાજા, ઉના શહેર બક્ષીપંચ મોરચાના મહામંત્રી કિશનભાઈ મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ