જામનગર નજીક મોટી ખાવડીમાં એક વાહનમાં આગ લાગી : શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન
જામનગર, 22 માર્ચ (હિ.સ.) : જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામમાં બપોરના સુમારે એક ફોર વ્હીલર વાહનમાં આગ લાગી હતી. આ ઘટના GJ-10-TY 531 નંબરની ઈકો ગાડીમાં બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, વાહનના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે અચાનક
ગાડીમાં આગ


જામનગર, 22 માર્ચ (હિ.સ.) : જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામમાં બપોરના સુમારે એક ફોર વ્હીલર વાહનમાં આગ લાગી હતી. આ ઘટના GJ-10-TY 531 નંબરની ઈકો ગાડીમાં બની હતી.

પ્રાથમિક માહિતી મુજબ, વાહનના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે જ વાહન સળગી ઉઠ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો અને સફળતાપૂર્વક આગ ઓલવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande