પાટણ-ઊંઝા રોડ પર 10 લાખ રૂપિયાની જૂની લેતીદેતીના વિવાદમાં અરટીકા કાર પર હુમલો
પાટણ, 22 માર્ચ (હિ.સ.)પાટણ-ઊંઝા રોડ પર ખોડાભા હોલ પાસે 10 લાખ રૂપિયાની જૂની લેતીદેતીના વિવાદમાં અરટીકા કાર પર હુમલો થયો હતો. ચાર કાળા રંગની ગાડીઓમાં આવેલા શખ્સોએ ગાડીને ઘેરીને લોખંડની પાઇપોથી તોડફોડ કરી હતી, જેમાં અંદાજે 40,000 રૂપિયાનું નુકસાન થયુ
પાટણ-ઊંઝા રોડ પર જૂની લેતીદેતીમાં અરટીકા કાર પર હુમલો


પાટણ, 22 માર્ચ (હિ.સ.)પાટણ-ઊંઝા રોડ પર ખોડાભા હોલ પાસે 10 લાખ રૂપિયાની જૂની લેતીદેતીના વિવાદમાં અરટીકા કાર પર હુમલો થયો હતો. ચાર કાળા રંગની ગાડીઓમાં આવેલા શખ્સોએ ગાડીને ઘેરીને લોખંડની પાઇપોથી તોડફોડ કરી હતી, જેમાં અંદાજે 40,000 રૂપિયાનું નુકસાન થયું હતું.

ફરિયાદી જહુભા ઠાકોર મુજબ, તેમના મિત્ર જીતુભા રાઠોડે લગભગ એક વર્ષ પહેલાં ભાવેશ દેસાઈના નામે 10 લાખ રૂપિયા લીધા હતા, જેના કારણે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. 7 માર્ચ, 2026ના રોજ તેઓ પાટણથી માંડોત્રી ફાર્મ હાઉસ જઈ રહ્યા હતા ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો.

હુમલા દરમિયાન જીતુભાએ સમજદારી દાખવીને ગાડી ત્યાંથી ભગાવી દીધી અને ફાર્મ હાઉસ પહોંચ્યા હતા. હુમલાખોરોએ પીછો કર્યો હતો, પરંતુ ત્યાં લોકો હાજર હોવાથી નાસી ગયા. બાદમાં ફરિયાદના આધારે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભાવેશ દેસાઈ સહિતના આરોપીઓ સામે ગુનો નોંધાયો છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande