ભરૂચની ફલશ્રૃતિ નગર નજીકની કાઉન્ટ હોટલમાં લઈ જઈ વિધવા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યુ
દિયરના મિત્ર ડ્રાઈવર સાથે સંપર્કમાં આવેલી વિધવાને પ્રેમ થતાં પ્રેમીએ ઉપયોગ કરી તરછોડી ત્રણ સંતાનની માતા વિધવાએ યુવક સામે બળાત્કારની બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી ભરૂચમાં લગ્નની લાલચ આપી વિધવાનું શારીરિક શોષણ કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ
ભરૂચની ફલશ્રૃતિ નગર નજીકની કાઉન્ટ હોટલમાં લઈ જઈ વિધવા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યુ


દિયરના મિત્ર ડ્રાઈવર સાથે સંપર્કમાં આવેલી વિધવાને પ્રેમ થતાં પ્રેમીએ ઉપયોગ કરી તરછોડી

ત્રણ સંતાનની માતા વિધવાએ યુવક સામે બળાત્કારની બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી

ભરૂચમાં લગ્નની લાલચ આપી વિધવાનું શારીરિક શોષણ કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

ભરૂચ 22 માર્ચ (હિ.સ.)

ભરૂચ જીએનએફસી ચોકડી નજીક દિયર ઈકો ચલાવતો હોય તે વેળાએ દિયરને મળવા ગયેલી ભાભી અન્ય ઈકો ચાલક સાથે સંપર્કમાં આવતાં ઈકો ચાલકે લગ્ન કરવાની લાલચ આપી વારંવાર હોટલ કાઉન્ટમાં લઈ જઈ દુષ્કર્મ કર્યું હોવાની ફરીયાદ.ભરૂચ શહેરમાં લગ્નની ખોટી ખાતરી આપી એક વિધવા મહિલા સાથે વારંવાર દુષ્કર્મ આચરવાના ગંભીર આરોપ હેઠળ ભરૂચ બી-ડિવિઝન પોલીસે આશિફ ઇબ્રાહીમ શેખ નામના યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની હકીકત

ભોગ બનનાર મહિલા (જે વિધવા છે) અને આરોપી જંબુસરનો આશિફ શેખ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આરોપીએ પીડિતાને પોતાની પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન (નિકાહ) કરવાનું વચન આપ્યું હતું. આ વિશ્વાસનો લાભ ઉઠાવી, આરોપીએ ભરૂચના સ્ટેશન રોડ પર આવેલી 'ફલશ્રુતિ નગર' ની હોટલ કાઉન્ટમાં મહિલાને અવારનવાર લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા.

પોલીસ કાર્યવાહી કરી

લાંબા સમય સુધી શારીરિક શોષણ કર્યા બાદ, જ્યારે પીડિતાએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે આરોપી આશિફ શેખે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા, ભોગ બનનાર મહિલાએ હિંમત દાખવી ભરૂચ બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરીયાદ પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ (બળાત્કાર) અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

તબીબી તપાસ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે પીડિતાનું મેડિકલ પરીક્ષણ (Medical Examination) કરાવવામાં આવ્યું છે.

તપાસની સ્થિતિ હાલમાં પોલીસની વિવિધ ટીમો આરોપી આશિફ ઇબ્રાહીમ શેખની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે આપ્યો સંદેશ

ભરૂચ પોલીસ મહિલાઓની સુરક્ષા માટે કટિબદ્ધ છે. સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમોથી પરિચયમાં આવતા અજાણ્યા વ્યક્તિઓ પર આંધળો વિશ્વાસ ન કરવા અને કોઈ પણ અન્યાયના કિસ્સામાં તુરંત પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande