જામ્યો ક્રિકેટનો રંગ સુત્રાપાડા ના આંગણે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
ગીર સોમનાથ 22 માર્ચ (હિ.સ.) સુત્રાપાડા ખાતે સ્વ.ડો.ભરત બારડ ના સ્મરણાર્થ સુત્રાપાડા નાઈટ ટુર્નામેન્ટ 2026 ના ઓપનિંગ પ્રસંગે સુત્રાપાડા ખાતે ખેલાડીઓને સાથે રાખીને આ સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. સુત્રાપાડા શહેર ની 24 ટીમ
જામ્યો ક્રિકેટનો રંગ સુત્રાપાડા ના આંગણે


ગીર સોમનાથ 22 માર્ચ (હિ.સ.) સુત્રાપાડા ખાતે સ્વ.ડો.ભરત બારડ ના સ્મરણાર્થ સુત્રાપાડા નાઈટ ટુર્નામેન્ટ 2026 ના ઓપનિંગ પ્રસંગે સુત્રાપાડા ખાતે ખેલાડીઓને સાથે રાખીને આ સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. સુત્રાપાડા શહેર ની 24 ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે, સુત્રાપાડા ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી સામાજિક એકતાને રંગે રંગાશે તેમજ ઓપનિંગ પ્રસંગે ઉપસ્થિત દિલીપભાઈ બારડ પ્રભારી જામનગર જીલ્લા ભાજપ, સુત્રાપાડા શહેર તાલુકા પી.એ.સાઈ લોહ સાહેબ, જીલ્લા ભાજપ મહામંત્રી અનિલભાઈ જેઠવા,સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ સુરસિંહભાઈ મોરી સુત્રાપાડા નગરપાલિકા ઉપ્રમુખ નરેશભાઈ કામળિયા, ,કારડીયા રાજપૂત સમાજ ના આગેવાનઓ હરેશભાઈ મોરી, દલુભાઈ મોરી, લઘુમતી સમાજના આગેવાન રસિકભાઈ મલેક,અલ્લારખાભાઇ શેખ, સુત્રાપાડા શહેર ભાજપના આગેવાનઓ તથા હોદ્દેદારો સહિત ક્રિકેટપ્રેમીઓએ હાજરી આપી હતી..

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande