પાલીતાણા માર્કેટિંગ યાર્ડ ચાર દિવસ માટે બંધ રહેશે.
ભાવનગર, 24 માર્ચ (હિ.સ.)ભાવનગર જિલ્લાના પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતો માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. રામનવમીના પાવન તહેવાર, માર્ચ મહિનાના અંતિમ હિસાબી કામો તથા બેંકોની રજાઓને ધ્યાનમાં રાખીને યાર્ડ દ્વારા ચાર દિવસ માટે
યાર્ડ


ભાવનગર, 24 માર્ચ (હિ.સ.)ભાવનગર જિલ્લાના પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતો માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. રામનવમીના પાવન તહેવાર, માર્ચ મહિનાના અંતિમ હિસાબી કામો તથા બેંકોની રજાઓને ધ્યાનમાં રાખીને યાર્ડ દ્વારા ચાર દિવસ માટે હરાજી પ્રક્રિયા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

માર્કેટિંગ યાર્ડના સંચાલન દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્ણય મુજબ, આવતી ૨૯ માર્ચથી ૧ એપ્રિલ ૨૦૨૬ સુધી અનાજ, કઠોળ અને કપાસ સહિતની તમામ ખેતીપાકોની હરાજી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન યાર્ડમાં કોઈપણ પ્રકારની ખરીદી-વેચાણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે નહીં.

યાર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, માર્ચ એન્ડિંગના કારણે હિસાબી પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની જરૂરિયાત હોય છે, ઉપરાંત બેંકિંગ વ્યવહાર પણ બંધ રહેવાના હોવાથી નિયમિત હરાજી ચાલુ રાખવી શક્ય નથી. સાથે જ રામનવમી જેવા ધાર્મિક તહેવારને ધ્યાનમાં રાખીને વેપારીઓ અને ખેડૂતોને પણ સુવિધા મળે તે માટે આ નિર્ણય લેવાયો છે.

ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, તેઓ પોતાની ખેતીપાકની આવક-જાવક અને વેચાણની યોજના આ રજાને ધ્યાનમાં રાખીને ગોઠવે. હરાજી ફરી શરૂ થયા બાદ યાર્ડમાં નિયમિત કામગીરી પૂર્વવત્ ચાલુ રહેશે.આ નિર્ણયથી ખેડૂતો અને વેપારીઓને થોડો વિરામ મળશે તેમજ હિસાબી કામગીરી સરળતાથી પૂર્ણ કરી શકાશે. યાર્ડ તંત્ર દ્વારા સૌને આ નિર્ણયનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande