
જામનગર, 22 માર્ચ (હિ.સ.) :
જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરો ભરપાઈ નહિ કરનારની મિલકતો જપ્ત કરી તેની હરાજી કરવાની પ્રક્રિયા હાથ ધરતા જ 14 માંથી 13 મિલકત ધારક દ્વારા વેરો ભરપાઇ કરી આપવામાં આવતા હાલ હરાજીની પ્રક્રિયા બંધ રાખવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા કુલ - 14 મિલકતોની તા.23/03/2026નાં જાહેર હરાજી કરવા માટે જાહેર નોટીસ પ્રસિધ્ધ કરવામાં આવી હતી.
પરંતુ તા.21/03/2026 ના રોજ આ 14 બાકીદારો પૈકી 13 બાકીદારો દ્વારા બાકી વેરાની રકમ ભરપાઈ કરી આપેલ હોય બાકી રહેતી 1 મિલકતની હરાજી હવે પછી બીજી મિલકતોની જાહેર હરાજી કરવામાં આવશે ત્યારે આ મિલકતોની હરાજી કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે.
આથી તા.23/03/2026ના રોજ રાખવામાં આવેલ જાહેર હરાજી રદ કરવામાં આવે છે. તેમ જામનગર મહાનગરપાલિકાના આસી કમિશનર (ટેક્ષ) એ જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt