
જામનગર, 22 માર્ચ (હિ.સ.) : ગુજરાત બાર કાઉન્સીલની તાજેતરમાં જ યોજાયેલી ચુંટણીની હાથ ધરાયેલી મતદાન પ્રક્રિયા દરમિયાન જામનગરના ધારાશાસ્ત્રી મનોજભાઈ અનડકટ સતત ચોથી ટર્મમાં ભવ્ય વિજય થયો છે. તેઓના વિજયના પગલે જામનગર બાર કાઉન્સીલમાં તેમજ વકીલોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.
જામનગરના ધારાશાસ્ત્રી મનોજભાઈ અનડકટ ગત 3 ટર્મથી ગુજરાત બાર કાઉન્સીલની ચુંટણીમાં પ્રતિનિધિત્વ કરી યશસ્વી કામગીરી દર્શાવી છે. દરમિયાન તાજેતરમાં જ ગુજરાત બાર કાઉન્સીલની ચુંટણીમાં સતત ચોથી વખત ઉમેદવારી નોંધાવી હતી.
મનોજભાઈને વિજેતા બનાવવા માટે જામનગરના ધારાશાસ્ત્રીઓ દ્વારા મતગણતરીની કાર્યવાહી હાથ ધરતા બાર એસોસીએશનના નિયમોનુસાર જામનગરના મનોજભાઈ મણીભાઈ અનડકટએ 1929નો અંક પાર કરી પાંચમા નંબરે વિજેતા જાહેર થયા છે.
મનોજભાઈના વિજયના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા સૌરાષ્ટ્ર તેમજ કચ્છના જામનગરના ધારાશાસ્ત્રીઓમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. મનોજભાઈના પિતા સ્વ. મણીભાઈ અનડકટ 6 ટર્મ સુધી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મેમ્બર તરીકે ચુંટાઈ આવેલ હતા. તેમજ બાર કાઉન્સીલમાં પિતા અને પુત્ર બંન્ને ચેરમેન બન્યા હોય તેવો પણ પ્રથમ કિસ્સો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt