સ્ટોલ્સ પર મિલેટ્સની અવનવી વાનગીઓનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને વેચાણ, સખી મંડળની બહેનોની કલાત્મક વસ્તુઓ અને પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોનું આકર્ષણ
જુનાગઢ 22 માર્ચ (હિ.સ.) જૂનાગઢમાં સરદાર બાગ ખાતે હવેલી વાડીમાં આયોજિત મિલેટ એક્ષ્પોના પ્રથમ દિવસે ખાસ મિનિટ્સની અવનવી વાનગીઓ લોકોને ખૂબ પસંદ આવી હતી, આ મિલેટ એક્ષ્પોમાં મોટી સંખ્યામાં ઉમટેલા લોકોએ બાજરો, જુવાર, રાગી વગેરે જેવા આપણા પરંપરાગત જાડા ધા
સ્ટોલ્સ પર મિલેટ્સની અવનવી વાનગીઓનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન


જુનાગઢ 22 માર્ચ (હિ.સ.) જૂનાગઢમાં સરદાર બાગ ખાતે હવેલી વાડીમાં આયોજિત મિલેટ એક્ષ્પોના પ્રથમ દિવસે ખાસ મિનિટ્સની અવનવી વાનગીઓ લોકોને ખૂબ પસંદ આવી હતી, આ મિલેટ એક્ષ્પોમાં મોટી સંખ્યામાં ઉમટેલા લોકોએ બાજરો, જુવાર, રાગી વગેરે જેવા આપણા પરંપરાગત જાડા ધાન્યમાંથી બનતી આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ વાનગીઓની લહેજત માણી હતી.

ગુજરાત સરકાર અને જૂનાગઢ વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત બે દેવસીય મિલેટ એક્ષ્પોનો અંતિમ દિવસ છે. ત્યારે જૂનાગઢવાસીઓ માટે પરંપરાગત જાડા ધાન્ય અને તેમાંથી બનતી આધુનિક વાનગીઓનો પરિચય મેળવવાની આ એક અનોખી તક છે.

સરદાર બાગ સ્થિત હવેલી વાડી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ મેળામાં બાજરી, જુવાર, રાગી અને કાંગ જેવા પોષક તત્વોથી સભર ધાન્યને લોકભોગ્ય બનાવવા માટે વિવિધ સ્ટોલ્સ કાર્યરત છે. અહીં મુલાકાતીઓ માટે 'રેડી ટુ ઈટ' મિલેટ પ્રોડક્ટ્સ અને લાઈવ ફૂડ સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

મિલેટ એક્ષ્પોમાં માત્ર ખાણીપીણી જ નહીં, પરંતુ આઈ.સી.ડી.એસ., આયુર્વેદ વિભાગ અને કૃષિ યુનિવર્સિટીના સ્ટોલ્સ દ્વારા મિલેટ્સના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સાથે જ, સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી હાથ બનાવટની કલાત્મક ચીજવસ્તુઓ અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના શુદ્ધ ઉત્પાદનોનું પણ વેચાણ સહ પ્રદર્શન રાખવામાં આવ્યું છે.

મહાનગરપાલિકા કમિશનર શ્રી તેજસ પરમારે નગરજનોને આ એક્ષ્પોના છેલ્લા દિવસે પરિવાર સાથે મુલાકાત લઈ, આપણા જૂના અને સમૃદ્ધ ખાનપાન તરફ પાછા વળવા અને સ્થાનિક કલા-કૃષિને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે.

રવિવાર અને એક્ષ્પોનો છેલ્લો દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande