ભાવનગરમાં ખુલ્લા મેદાનમાં જુગાર રમતા ત્રણ ઈસમોને એલસીબીએ દબોચ્યા, રૂ. 11290 નો મુદ્દામાલ જપ્ત
ભાવનગર ,22 માર્ચ (હિ.સ.) : ભાવનગર શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી કરી રહેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા વધુ એક સફળ કામગીરી હાથ ધરવામાં આવી છે. પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસએ રેઇડ કરી ગંજીપત્તાના પાનાં
જુગાર


ભાવનગર ,22 માર્ચ (હિ.સ.) : ભાવનગર શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી કરી રહેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા વધુ એક સફળ કામગીરી હાથ ધરવામાં આવી છે. પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસએ રેઇડ કરી ગંજીપત્તાના પાનાં વડે હાથકાપનો હારજીતનો જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસએ તેમની પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં નિયમિત પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન પોલીસને બાતમી મળી કે ભાવનગર શહેરના આઈ.ટી.આઈ કોલેજની બાજુમાં આવેલ મફતનગર પેડક વિસ્તારમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં લીંબડાના ઝાડ નીચે કેટલાક લોકો ભેગા મળી ગંજીપત્તાના પાનાં વડે હાથકાપનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીને આધારે પોલીસે તરત જ સ્થળ પર પહોંચી દરોડો પાડ્યો હતો.

પોલીસ રેઇડ દરમિયાન ત્યાં હાજર ત્રણ ઈસમોને જુગાર રમતા ઝડપવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ઇમરાન બાબુભાઈ મલેક (ઉંમર ૩૨, રહે. વડવા અલ્કા ટોકીઝ પાસે), એજાજભાઈ ઉસ્માનભાઈ ગોરી (ઉંમર ૩૫, રહે. વિધાનગર, આઈ.ટી.આઈ કોલેજ પેડક, મફતનગર) અને શાહબાઝખાન મહેબુબખાન પઠાણ (ઉંમર ૨૯, રહે. વિધાનગર, આઈ.ટી.આઈ કોલેજ પેડક, મફતનગર) નો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ જુગાર રમતા સમયે પોલીસના હાથે ચડ્યા હતા.

દરોડા દરમિયાન પોલીસએ સ્થળ પરથી ગંજીપત્તાના કુલ ૫૨ પાનાં તેમજ રોકડ રૂ. ૧૧,૨૯૦ જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલ મુદ્દામાલની કુલ કિંમત રૂ. ૧૧,૨૯૦ ગણવામાં આવી છે. ત્યારબાદ પોલીસે તમામ આરોપીઓ વિરૂદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગર પોલીસ દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત પેટ્રોલીંગ તેમજ ગુપ્ત બાતમીઓના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં ગેરકાયદેસર જુગાર, નશીલા પદાર્થો અને અન્ય ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. આવા ગેરકાયદેસર કૃત્યો કરતા લોકોને કાયદાની જાળમાં લાવવામાં આવશે અને કાયદો ભંગ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande