ભાવનગર ભાજપ મહાનગર કાર્યાલયે સંગઠનલક્ષી બેઠક યોજાઈ, આગામી કાર્યક્રમોને અંગે ચર્ચા
ભાવનગર, 22 માર્ચ (હિ.સ.) : ભાવનગર ખાતે ભારતીય જનતા પાર્ટી મહાનગર કાર્યાલયમાં શહેર અધ્યક્ષ કુમારભાઈ શાહની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાવનગર મહાનગરના પ્રભારી કમલેશભાઈ મીરાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આગામી કાર્યક્રમોને અનુલક્ષી
બેઠક યોજાઈ


ભાવનગર, 22 માર્ચ (હિ.સ.) : ભાવનગર ખાતે ભારતીય જનતા પાર્ટી મહાનગર કાર્યાલયમાં શહેર અધ્યક્ષ કુમારભાઈ શાહની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાવનગર મહાનગરના પ્રભારી કમલેશભાઈ મીરાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આગામી કાર્યક્રમોને અનુલક્ષીને યોજાયેલી આ બેઠકમાં મંત્રી નીમુબેન બાંભણિયા પણ સહભાગી થઈ અને હાજર તમામ કાર્યકર્તાઓને સંગઠનલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. સંગઠનને મજબૂત બનાવવા માટે કાર્યકર્તાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું કે પાર્ટીના સિદ્ધાંતોને જનજન સુધી પહોંચાડવા માટે દરેક કાર્યકર્તાએ નિષ્ઠા અને સમર્પણ સાથે કાર્ય કરવું જોઈએ. સાથે સાથે આવનારા કાર્યક્રમોને સફળ બનાવવા માટે પૂર્વ તૈયારી, સુમેળ અને સંકલન જરૂરી હોવાનું પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું.આ બેઠકમાં ભાવનગર પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, અમરેલી જિલ્લા ભાજપના પ્રભારી અભયસિંહ ચૌહાણ, શહેર મહામંત્રી મુકેશભાઈ ડાભી, નરેન્દ્રસિંહ ગોહિલ, નિલેશભાઈ રાવલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ચૂંટણી ઈનચાર્જ અમોહભાઈ શાહ, સહ ઈનચાર્જ ચિમનલાલ યાદવ, બી.ડી. ચુડાસમા અને અલ્પેશભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.બેઠક દરમિયાન શહેર સંગઠનના વિવિધ હોદ્દેદારો તેમજ તમામ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓએ પણ સક્રિય ભાગ લીધો હતો. આગલા કાર્યક્રમોને વધુ અસરકારક બનાવવા માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી અને જવાબદારીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ બેઠક દ્વારા ભાજપ મહાનગર સંગઠન વધુ મજબૂત બને અને આવનારા કાર્યક્રમો સફળતાપૂર્વક યોજાય તેવો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande