ગાંધીનગર ખાતે RBSK (NHM) યુનિયનનો આંદોલન ની ચીમકી, પગાર અને અન્ય મુદ્દે રજૂઆત.
ભાવનગર,22 માર્ચ (હિ.સ.)ગાંધીનગર વિધાનસભા ખાતે RBSK (NHM) Gujarat Union દ્વારા નેશનલ હેલ્થ મિશન હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓના પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી. યુનિયનના જણાવ્યા મુજબ કર્મચારીઓ છેલ્લા ૨ થી ૩ મહિનાથી પગાર વિના સેવા આપી રહ્યા છે, જેના
પગાર વધારો


રજૂઆત


ભાવનગર,22 માર્ચ (હિ.સ.)ગાંધીનગર વિધાનસભા ખાતે RBSK (NHM) Gujarat Union દ્વારા નેશનલ હેલ્થ મિશન હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓના પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી. યુનિયનના જણાવ્યા મુજબ કર્મચારીઓ છેલ્લા ૨ થી ૩ મહિનાથી પગાર વિના સેવા આપી રહ્યા છે, જેના કારણે તેઓ ગંભીર આર્થિક સંકટ અને માનસિક તાણનો સામનો કરી રહ્યા છે.

યુનિયન ના પ્રમુખ ડો રીતેશ ગોંડલિયા અને સ્ટેટ સલાહકાર ડો તુષાર ત્રિવેદી તથા મેમ્બરોએ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ નાણા મંત્રી કનુ ભાઈ દેસાઈ ને લેખિત રજૂઆત કરી તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી હતી. કર્મચારીઓએ વિનંતી કરી કે તેમની હાલાકી દૂર કરી ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.

યુનિયનએ વધુમાં જણાવ્યું કે NHM હેઠળ પગાર વધારાની ફાઈલમાં RBSK આયુષ ડોક્ટરો અને સ્ટાફ સાથે અન્યાય થયો છે. આ અન્યાય દૂર કરી તમામ કર્મચારીઓને વરિષ્ઠતા મુજબ ન્યાય આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી.

આ રજૂઆત દરમિયાન ગુજરાત યુનિયનના આગેવાનો તેમજ વિવિધ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં યુનિયન ના પ્રમુખ ડો રીતેશ ગોંડલિયા અને સ્ટેટ સલાહકાર ડો તુષાર ત્રિવેદી તથા મેમ્બર એ ગુજરાત રાજ્ય હેલ્થ મંત્રી પ્રફુલ પાનસેરીયા તેમજ નાયબ મુખ્ય મંત્રી શ્રી હર્ષ ભાઈ સંઘવી અને નાણાં પ્રધાન કનુ ભાઈ દેસાઈ ને મળી અને તમામ રજૂઆત કરી હતી અને યુનિયન દ્વારા સરકાર સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપ કરી કર્મચારીઓને ન્યાય આપવા માંગ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande