ભરૂચ જિલ્લામાં વાવાઝોડા અને માવઠાનો કહેર, ખેડૂતો થાશે પાયમાલ
- ભરૂચ જિલ્લામાં 70 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડામાં કેરી અને ચીકુ સહિતના પાકોને અસર - ભરૂચ જિલ્લાના અંકલેશ્વર,નેત્રંગ, બોરભાઠા બેટ સહિતના ગામોના ખેડૂતોની દયનીય હાલત - લાખોની મહેનત પાણીમાં, પાયમાલ થયેલા ખેડૂતોની સરકાર પાસે વળતરની માંગ ભરૂચ, 2
ભરૂચ જિલ્લામાં વાવાઝોડા અને માવઠાનો કહેર ખેડૂતો થાશે પાયમાલ


ભરૂચ જિલ્લામાં વાવાઝોડા અને માવઠાનો કહેર ખેડૂતો થાશે પાયમાલ


- ભરૂચ જિલ્લામાં 70 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડામાં કેરી અને ચીકુ સહિતના પાકોને અસર

- ભરૂચ જિલ્લાના અંકલેશ્વર,નેત્રંગ, બોરભાઠા બેટ સહિતના ગામોના ખેડૂતોની દયનીય હાલત

- લાખોની મહેનત પાણીમાં, પાયમાલ થયેલા ખેડૂતોની સરકાર પાસે વળતરની માંગ

ભરૂચ, 22 માર્ચ (હિ.સ.) : ભરૂચ જિલ્લાના ખેતીવાડી ક્ષેત્રે કુદરતનો પ્રચંડ પ્રકોપ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં આવેલા અચાનક વાવાઝોડા અને કવખતના વરસાદે (માવઠું) જિલ્લાના 9 તાલુકાઓમાં ખેતીના પાકને ભારે નુકશાન પહોંચાડ્યું છે. ખાસ કરીને નર્મદાના બેટ વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની છે. વાવાઝોડું આવ્યા બાદ ખેડૂતોની દયનીય હાલત થઈ ગઈ છે.

જિલ્લામાં ફૂંકાયેલા તેજ પવન અને વાવાઝોડાને કારણે ચીકુની વાડીઓ, આંબાવાડીઓ અને જમરૂખના બગીચાઓમાં તૈયાર થયેલો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. કોઈપણ જાતની રાસાયણિક દવા વગર શુદ્ધ પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલો ચીકુ અને કેરીનો પાક ઉતારવાની તૈયારીમાં જ હતો, ત્યાં જ કુદરતની થપાટે ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે.

ખેડૂતોની વેદના ઠાલવી છે

આજે વહેલી સવારે જ્યારે ખેડૂતો પોતાની વાડીઓમાં પહોંચ્યા, ત્યારે જમીન પર ખરી પડેલો પાક જોઈને તેમની આંખોમાં આસું સરી પડ્યા હતા. ખેડૂતોના જણાવ્યા અનુસાર

ભારે આર્થિક ફટકો: જિલ્લાના હજારો ખેડૂતોને લાખો અને કરોડો રૂપિયાનું નુકશાન થવાની ભીતિ છે.

કુદરત સામે લાચારી: રાત-દિવસ એક કરીને ઉછેરેલો પાક મિનિટોમાં નષ્ટ થતા ખેડૂતો ભારે આઘાતમાં છે.

બેટ વિસ્તારની પાયમાલી: ખાસ કરીને નદી કાંઠાના અને બેટ વિસ્તારના ખેડૂતો કે જેઓ સંપૂર્ણપણે આ પાક પર નિર્ભર હતા, તેઓ પાયમાલ થઈ ગયા છે.

ખેડૂતોએ કરી વળતરની ઉગ્ર માંગ

ભરુચ જિલ્લાના પીડિત ખેડૂતોએ આક્ષેપ સાથે જણાવ્યું છે કે આ નુકશાન અસહ્ય છે. ખેડૂતોએ સરકાર પાસે માંગણી કરી છે કે:

કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી નુકશાનનો સર્વે (Survey) કરવામાં આવે.માવઠા અને વાવાઝોડાથી થયેલા નુકશાન પેટે ખેડૂતોને યોગ્ય વળતર જાહેર કરવામાં આવે.દેવા હેઠળ દબાયેલા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડીને ફરી બેઠા કરવામાં આવે.સ્થાનિક ખેડૂત આગેવાનો અને અસરગ્રસ્તો હવે સરકાર અને વહીવટી તંત્ર વહેલી તકે આ બાબતે સકારાત્મક નિર્ણય લે તેવી આશા રાખી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande