જામનગર જિલ્લામાંથી ગેસના બાટલાની સંગ્રહખોરી અટકાવતું પુરવઠા તંત્ર : 25 સિલિન્ડર કબજે કર્યા
જામનગર, 22 માર્ચ (હિ.સ.) : જામનગર શહેર-જિલ્લામાં ગેસના બાટલાઓની સંગ્રહખોરી અટકાવવા માટે જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા હાથ ધરાયેલી ચેકીંગમાં 25 બાટલાઓ જપ્ત કરવામાં આવ્યા છે. તંત્રની સઘન ચેકીંગથી બાટલાઓની સંગ્રહખોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. યુદ્
ગેસના બાટલા


જામનગર, 22 માર્ચ (હિ.સ.) : જામનગર શહેર-જિલ્લામાં ગેસના બાટલાઓની સંગ્રહખોરી અટકાવવા માટે જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા હાથ ધરાયેલી ચેકીંગમાં 25 બાટલાઓ જપ્ત કરવામાં આવ્યા છે. તંત્રની સઘન ચેકીંગથી બાટલાઓની સંગ્રહખોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસના બાટલાની સમસ્યા ઉદ્ભવતા અમુક લોકો કાળા બજાર કરી રહ્યા છે. જેથી પુરવઠા તંત્ર દ્વારા ચેકીંગની કામગીરી કરવામાં આવી રહી છે.

જામનગર જિલ્લા પુરવઠા તંત્રએ ચેકીંગ દરમિયાન કુલ 25 બાટલાઓ સ્થગિત કર્યા હતાં. જેમાં 19.2 કિ.ગ્રા.વજનના કુલ 6 કોમર્શિયલ એલપીજી ગેસ સિલીન્ડર ભરેલા રૂ.25,989ની કિંમતના તેમજ 15 નંગ ખાલી કોર્મશિયલ એલપીજી ગેસ સિલીન્ડર રૂ.36,000ની કિંમતના મળીને કુલ રૂ.61,989નો જામનગર ગ્રામ્ય મામલતદાર દ્વારા કબજે કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા હોટલ તથા રેસ્ટોરન્ટમાં તપાસણી ટીમ દ્વારા તપાસ કરી 3 એકમો પરથી કોમર્શિયલ હેતુ માટે ઉપયોગમાં લેવાતા હોય તેવા કુલ 4 ઘરેલુ એલપીજી ગેસ સિલીન્ડર જપ્ત કરવામાં આવેલ છે, જેની કિંમત રૂ.12,500 ગણવામાં આવી છે.

જામનગર પુરવઠા તંત્ર દ્વારા શહેર-જિલ્લામાં ગેસના બાટલાઓની સંગ્રહખોરી તેમજ કાળા બજાર અટકાવવા માટે તમામ તાલુકા મથકો સહિત સાત ટીમો કાર્યરત કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande