ભાવનગરમાં ભાજપ યુવા મોર્ચા દ્વારા પક્ષીઓ માટે કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો
ભાવનગર, 22 માર્ચ (હિ.સ.) : ભાવનગર શહેરમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર યુવા મોર્ચા દ્વારા કુંડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા મોર્ચાના અધ્યક્ષ ભવદીપસિંહ ગોહિલન
કુંડા વિતરણ


ભાવનગર, 22 માર્ચ (હિ.સ.) : ભાવનગર શહેરમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર યુવા મોર્ચા દ્વારા કુંડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા મોર્ચાના અધ્યક્ષ ભવદીપસિંહ ગોહિલની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પક્ષીઓ માટે પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં ભાજપ શહેર અધ્યક્ષ કુમારભાઈ શાહ, પૂર્વ મેયર, ધારાસભ્ય તેમજ સંગઠનના મહામંત્રીઓ અને અન્ય હોદ્દેદારઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનો દ્વારા આ પહેલને વખાણવામાં આવી અને પર્યાવરણ પ્રત્યે સૌએ પોતાની જવાબદારી નિભાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો.

ઉનાળાની ઋતુ નજીક આવતા તાપમાનમાં વધારા સાથે પક્ષીઓને પીવાનું પાણી મળવું મુશ્કેલ બનતું હોય છે. તેવા સમયમાં આવા કુંડાઓ તેમના માટે જીવનદાયી સાબિત થાય છે. યુવા મોર્ચા દ્વારા આ અભિયાન અંતર્ગત શહેરના અનેક વિસ્તારોમાં કુંડાઓ મૂકવાની યોજના પણ હાથ ધરવામાં આવી છે, જેથી વધુમાં વધુ પક્ષીઓને તેનો લાભ મળી શકે.

કાર્યક્રમ દરમિયાન યુવા મોર્ચાના કાર્યકર્તાઓએ નાગરિકોને પણ પોતાના ઘરના આંગણે અથવા છત પર પાણીના કુંડાઓ રાખવા અપીલ કરી હતી. આ સાથે જ પક્ષીઓ માટે દાણા-પાણીની વ્યવસ્થા કરવી એ દરેક નાગરિકની સામાજિક ફરજ છે તેવું પણ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવા મોર્ચાના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને ઉત્સાહપૂર્વક કામગીરીમાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ સકારાત્મક વાતાવરણમાં યોજાયો હતો અને લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો છે.

આ રીતે ભાજપ યુવા મોર્ચા દ્વારા કરવામાં આવેલ આ સેવા કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે અને આવનારા સમયમાં પણ આવા લોકહિતના કાર્યક્રમો વધુ પ્રમાણમાં યોજાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande