સુરત સિવિલ હોસ્પિટલમાં નશામાં બેફામ યુવાનોનો હંગામો, પોલીસ સાથે અથડામણ
સુરત, 22 માર્ચ (હિ.સ.): સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રાત્રિના સમયે અચાનક તંગ પરિસ્થિતિ ઊભી થઈ હતી, જ્યારે બે યુવાનો દારૂના નશામાં અતિશય બેફામ બની ગયા હતા. પીએમ રૂમ નજીક બનેલી આ ઘટનામાં બંનેએ જાહેરમાં હંગામો મચાવતા ત્યાં હાજર લોકોમાં ભયનો માહોલ સર્જ
Surat


સુરત, 22 માર્ચ (હિ.સ.): સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રાત્રિના સમયે અચાનક તંગ પરિસ્થિતિ ઊભી થઈ હતી, જ્યારે બે યુવાનો દારૂના નશામાં અતિશય બેફામ બની ગયા હતા. પીએમ રૂમ નજીક બનેલી આ ઘટનામાં બંનેએ જાહેરમાં હંગામો મચાવતા ત્યાં હાજર લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

માહિતી મુજબ, પૂર્વ વોર્ડબોય ચેતન પટેલ અને ખાનગી એમ્બ્યુલન્સ ડ્રાઈવર જાવેદ નશાની હાલતમાં હોસ્પિટલ પરિસરમાં આવ્યા હતા. કોઈ સામાન્ય મુદ્દે થયેલી બોલાચાલી બાદ બંનેએ ફરજ પર રહેલા પોલીસ ASI સાથે અણઘડ વર્તન શરૂ કર્યું અને ગાળાગાળી કરી પરિસ્થિતિને વધુ બગાડી.

સ્થળ પર હાજર સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે, મામલો એટલો વધ્યો કે બંનેએ ASI સાથે હાથાપાઈ પણ કરી. ASIએ હિંમતપૂર્વક એક શખ્સને કાબૂમાં લીધો, પરંતુ બીજો વ્યક્તિ તેને છોડાવવા માટે હુમલો કરવાનો પ્રયાસ કરતા ઘટનાએ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું.

આ ઘટનાની જાણ થતા જ ખટોદરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બંને આરોપીઓને કાબૂમાં લઈને પોલીસ સ્ટેશન લઈ ગઈ. હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં આવી ઘટના બનતા લોકોમાં રોષ વ્યાપ્યો છે અને દોષિતો સામે કડક પગલાં લેવા માંગ ઉઠી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande