પ્રભારી મંત્રી અને વન મંત્રીની ઉપસ્થિતિમાં કીર્તિ મંદિર સંચાલન સમિતિની બેઠક યોજાઈ
પોરબંદર, 22 માર્ચ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયા અધ્યક્ષ સ્થાને અને વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પોરબંદર ખાતે કીર્તિ મંદિર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગાંધ
પ્રભારી મંત્રી અને વન મંત્રીની ઉપસ્થિતિમાં કીર્તિ મંદિર સંચાલન સમિતિની  બેઠક યોજાઈ.


પ્રભારી મંત્રી અને વન મંત્રીની ઉપસ્થિતિમાં કીર્તિ મંદિર સંચાલન સમિતિની  બેઠક યોજાઈ.


પ્રભારી મંત્રી અને વન મંત્રીની ઉપસ્થિતિમાં કીર્તિ મંદિર સંચાલન સમિતિની  બેઠક યોજાઈ.


પોરબંદર, 22 માર્ચ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયા અધ્યક્ષ સ્થાને અને વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પોરબંદર ખાતે કીર્તિ મંદિર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગાંધી જન્મભૂમિ કીર્તિ મંદિર ખાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે સુચારૂ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાનો અને પ્રવાસન લક્ષી પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવવાનો હતો.

બેઠક દરમિયાન ખાસ કરીને કીર્તિ મંદિર પરિસરમાં આધુનિક લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવા, નવું વાયરીંગ કરવા, સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા, નવા સીસીટીવી અને મહેકમ (સ્ટાફ) લાઈબ્રેરી અપગ્રેડેશન સંબંધી બાબતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગત વર્ષના હિસાબોની બહાલી, સુધારા બજેટને બહાલી, ઓડિટ રિપોર્ટ, પરિસરમાં આવેલા ગાંધી હાટમાં નવી વસ્તુઓનો સમાવેશ કરી તેને વધુ આકર્ષક બનાવવા તેમજ પાછલા સમયમાં યોજાયેલી વિવિધ ઉજવણીઓ ટીવી અને કાર્યક્રમોની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠક દરમ્યાન કીર્તિ મંદિર સંચાલન સમિતિના સભ્યો દ્વારા વિવિધ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા જેની મંત્રીઓ દ્વારા નોંધ લઈને ત્વરિત નિરાકરણ માટે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મનપા કમિશનર હસમુખ પ્રજાપતિ, પ્રભારી મંત્રીના અંગત સચિવ જે.બી. વદર, નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયા, કીર્તિમંદિર સંચાલન સમિતિના સભ્ય સચિવ સંદીપ જાદવ અને જિલ્લા આયોજન અધિકારી જે.સી. ઠાકોર સહિત અન્ય સંલગ્ન વિભાગના અધિકારીઓ અને કીર્તિ મંદિર સંચાલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને કીર્તિ મંદિરના વિકાસના વિવિધ પાસાઓ પર જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande