


પોરબંદર, 23 માર્ચ (હિ.સ.)આગામી સમયમાં આવનાર રામનવમી તથા હનુમાન જયંતી તથા બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની અધ્યક્ષતામાં તથા ડીવાયએસપી ઋતુ રાબાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું જેમા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ મીટીંગમા શાંતિપૂર્ણ વાતાવરણમા અને ભાઈચારા સાથે તહેવારની ઉજવણી કરવા પોલીસસ દ્રારા અપીલ કરવામ આવી હતી તેમજ આ તમામ તહેવારો અન્વયે રૂટ કેવા પ્રકારના રહેશે તથા પોલીસ બંદોબસ્ત કેવા પ્રકારનો રહેશે તેની તથા એસપી દ્વારા આયોજકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી આ બેઠકમા વિવિધ સામાજના આગેવાનો અને શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya