રાણાવાવ નજીક કારે બાઈક ને ઠોકર મારતા યુવાનનું મોત.
પોરબંદર, 23 માર્ચ (હિ.સ.)પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર રાણાવાવ નજીક અકસ્માતની ઘટના બની હતી બેફામ બનીને દોડતી કારના ચાલકે બાઈકને ઠોકર મારતા યુવાનનુ મોત નિપજયુ હતુ રાણાવાવના સ્ટેશન પ્લોટ ખાતે રહેતો ગાંગાભાઇ દેવાભાઇ ઓડેદરા નામનો યુવાન પોતાનુ મોટરસાયકલ
રાણાવાવ નજીક કારે બાઈક ને ઠોકર મારતા યુવાનનું મોત.


પોરબંદર, 23 માર્ચ (હિ.સ.)પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર રાણાવાવ નજીક અકસ્માતની ઘટના બની હતી બેફામ બનીને દોડતી કારના ચાલકે બાઈકને ઠોકર મારતા યુવાનનુ મોત નિપજયુ હતુ રાણાવાવના સ્ટેશન પ્લોટ ખાતે રહેતો ગાંગાભાઇ દેવાભાઇ ઓડેદરા નામનો યુવાન પોતાનુ મોટરસાયકલ નં-GJ21K-1300 લઇ અને રાણાવાવ નજીકના અમર ગામના પાટીયા પાસેથી પસાર થતો હતો તે દરમ્યાન બેફામ બનીને દોડતી કારનં-GJ21K-1300ના ચાલકે બાઈકને ઠોકર મારતા ગાંગા ઓડેદારને ગંભીર ઇજા પહોંચતા તેમનુ મોત નિપજયુ હતુ આ બનાવ અંગે મૃતક યુવાનના પિતા દેવાભાઇ ઓડેદરાએ રાણાવાવ પોલીસ સ્ટેશનમા કાર ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande