ધોળકાના ઈંગોલી ગામે ક્રિકેટ રમતા બોલ વાગતા ફાયરિંગ
અમદાવાદ,23 માર્ચ (હિ.સ.) અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ઈંગોલી ગામે ધોળકાના ઈંગોલી ગામે ક્રિકેટ રમતા બોલ વાગ્યા મામલે ફાયરિંગની ઘટના સામે આવી છે. ધોળકા તાલુકાના ઈંગોલી ગામે ક્રિકેટ રમી રહેલા બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું. સામાન્ય બોલાચાલીએ હિં
ધોળકાના ઈંગોલી ગામે ક્રિકેટ રમતા બોલ વાગતા ફાયરિંગ


અમદાવાદ,23 માર્ચ (હિ.સ.) અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ઈંગોલી ગામે ધોળકાના ઈંગોલી ગામે ક્રિકેટ રમતા બોલ વાગ્યા મામલે ફાયરિંગની ઘટના સામે આવી છે. ધોળકા તાલુકાના ઈંગોલી ગામે ક્રિકેટ રમી રહેલા બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું. સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા જાહેરમા ફાયરિંગની ઘટના બની હતી. ક્રિકેટ રમતા બોલ વાગતા ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ધોળકા રૂરલ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

ધોળકાના ઈંગોલી ગામે એક જ કોમના બે જૂથના યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા. ક્રિકેટ રમતા એક શખ્સને બોલ વાગ્યો હતો જેથી બંને પક્ષો સામસામે આવી ગયા હતા. મામલો ઉગ્ર થતા ઉશ્કેરાયેલા વહિદખાન મજીદખાન પઠાણ નામના શખ્સે પોતાની પાસે રહેલા હથિયારમાંથી હવામાં ફાયરિંગ કર્યું હતું. જાહેરમાં થયેલા ફાયરિંગને પગલે અફરાતફરી મચી ગઈ હતી.

ફાયરિંગ થતાં પોલીસ કાફલો દોડી ગયો

ઘટનાની જાણ થતા જ ધોળકા ડિવિઝનના ડીવાયએસપી, ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને એલસીબી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઈંગોલી ગામે દોડી ગયો હતો. પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ભોગ બનનાર પક્ષ દ્વારા ધોળકા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઇ હિતુભા ગોહિલે જણાવ્યું હતું કે બનાવ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande