સોમનાથ પ્રભાસ પાટણમાં ચૈત્રી નવરાત્રીમાં આસ્થા અને આરોગ્યના સંગમસમાં લીમડાના પાનની ચટણી અને પાણીનું સેવન કરાય છે
ગીર સોમનાથ, 23 માર્ચ (હિ.સ.) સોમનાથ પ્રભાસ પાટણમાં ઠાકોર મંદિર સામે આવેલ ગલીના રોડના નાકે જેમને આર્યુવેદિકમાં અને તેના પુસ્તકો માં રસ છે તેવા પ્રભાતનાથ પરસોત્તમનાથ ધરમનાથી માની આરાધના ના પર્વ ચૈત્રી નવરાત્રીમાં લગભગ છેલ્લા પાંચ વર્ષ ઉપરાંત થી લીમડા
સોમનાથ પ્રભાસ પાટણ માં ચૈત્રી નવરાત્રીમાં આસ્થા અને આરોગ્યના સંગમસમાં લીમડાના પાન


ગીર સોમનાથ, 23 માર્ચ (હિ.સ.) સોમનાથ પ્રભાસ પાટણમાં ઠાકોર મંદિર સામે આવેલ ગલીના રોડના નાકે જેમને આર્યુવેદિકમાં અને તેના પુસ્તકો માં રસ છે તેવા પ્રભાતનાથ પરસોત્તમનાથ ધરમનાથી માની આરાધના ના પર્વ ચૈત્રી નવરાત્રીમાં લગભગ છેલ્લા પાંચ વર્ષ ઉપરાંત થી લીમડાના પાનનો ચોર બનાવી તેની ચટણી અને દરરોજ સવારે નેઈણે કોઠે તેનું પાણી પી આરોગ્ય જતનનો રાહ ચીંધે છે તેઓ ચૈત્ર સુદ એકમે આ લીમડાના પાન. સાકર અને ચણાની દાળ તેના ઘરમાં રાખેલ માતાજીના સ્થાનાકે ધરે છે

ચૈત્ર મહિનો આસ્થાનો મહિનો છે અને લીમડાનું સેવન આ મહિનામાં આરોગ્ય રક્ષણ અને રોગપ્રતિકારકતા વધારે છે અને એક માન્યતા મુજબ આ કારણથી બારેમાસ શરીર નીરોગી રહે છે અને ખાસ કરીને વાત .કફ. પિત્ત માટે આ અકસીર ઈલાજ મનાય છે તેઓ આ લીમડા ચૂર્ણ રસ ધરાવતા લોકોને વિનામૂલ્યે પ્રસાદી તરીકે પણ આપે છે આ ચૂર્ણ બનાવવામાં તેમના પત્ની અનુસુયાબેન નો પણ સહયોગ મળે છે પ્રભાતનાથ ધરમનાથી કહે છે લીમડાના મંજર અને પાનને પહેલા ધોઈ પછી તેના પાંદડા મિક્સરમાં નાખી તેમાં સૂંઠ મારી સંચર સિંધાલુ નાખી આ ચૂર્ણ બનાવાય છે જે ચૂર્ણ રૂપે અને પાણીમાં પી શકાય છે આ પ્રક્રિયા આખો ચૈત્ર મહિનો ચાલુ રખાય છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande