ઉના તાલુકાના સનખડા ગામે વીર હમીરસિંહજી ગોહિલ ની પ્રતિમાનું અનાવરણ
ગીર સોમનાથ 23 માર્ચ (હિ.સ.) ઉના તાલુકાના સનખડા ગામે વીર હમીરસિંહજી ગોહિલ ની પ્રતિમાનું અનાવરણ કરવાનું હોય તે અનુસંધાને ઉનાના માનનીય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ એ સનખડા ગામે વીર હમીરસિંહજી ગોહિલ ની પ્રતિમાની જગ્યાનું સ્થળ નિરીક્ષણ કર્યું. ત્યારબાદ ધારાસભ
ઉના તાલુકાના સનખડા ગામે વીર હમીરસિંહજી ગોહિલ ની પ્રતિમાનું અનાવરણ


ગીર સોમનાથ 23 માર્ચ (હિ.સ.) ઉના તાલુકાના સનખડા ગામે વીર હમીરસિંહજી ગોહિલ ની પ્રતિમાનું અનાવરણ કરવાનું હોય તે અનુસંધાને ઉનાના માનનીય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ એ સનખડા ગામે વીર હમીરસિંહજી ગોહિલ ની પ્રતિમાની જગ્યાનું સ્થળ નિરીક્ષણ કર્યું. ત્યારબાદ ધારાસભ્ય એ સરપંચ તેમજ સમાજના મુખ્ય આગેવાનો સાથે ચર્ચાઓ કરી હતી. આ તકે સનખડા ગામના સરપંચ રવિભાઈ રાઠોડ, ક્ષત્રિય સમાજના અગ્રણી અજુભાઈ ગોહિલ (ભગીરથવાળા), તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય ભાવુભાઈ ચાવડા, તાલુકા ભાજપ મહામંત્રી હસમુખભાઈ ગોહિલ તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande