
ગીર સોમનાથ 23 માર્ચ (હિ.સ.) વેરાવળ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે રામેશ્વર મહિલા સત્સંગ મંડળ દ્વારા આયોજિત શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ આજે તા. ત્રીજા દિવસે પાર્વતી તપ - કૈલાસ - હિમાલય વર્ણન, શિવ વિવાહ ઉત્સવ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં આજે શિવ કથામાં ખાસ હાજરી આપતા વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના માન. પ્રમુખ અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુ કુહાડા દ્વારા રામદૂત રામેશ્વર મંદિરના પૂજારી નિલેશ બાપુ આચાર્યને વ્યાસપીઠ પરથી શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવેલ આ શુભ અવસર પર વેરાવળ ખારવા સમાજ ના મંત્રી નારણભાઈ બાંડીયા, દરબાર સમાજના અગ્રણી રમજુભાઈ ચાવડા, સહિતના અન્ય અગ્રણીઓનું રામદૂત રામેશ્વર મંદિરના પૂજારી નિલેશબાપુ આચાર્ય દ્વારા સન્માન સાથે આવકારેલ હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ