અનઅધિકૃત એલ.ઇ.ડી. લાઇટ અને કાળા કાચ તથા રોંગ સાઇડની અસરકારક કામગીરી કરતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ 23 માર્ચ (હિ.સ.) : નાયબ પોલીસ મહાનિરીક્ષ રાજેન્દ્રસિંહ ચુડાસમા જુનાગઢ વિભાગ તથા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ગીર સોમનાથ નાઓએ ગીર સોમનાથ જીલ્લામાં રાત્રિના સમયે વાહનોમાં અનઅધિકૃત એલ.ઈ.ડી. લાઇટના કારણે સામેથી આવતા વાહનચાલકોની આખો અંજાય જ
અનઅધિકૃત એલ.ઇ.ડી. લાઇટ અને કાળા કાચ તથા રોંગ સાઇડની


ગીર સોમનાથ 23 માર્ચ (હિ.સ.) : નાયબ પોલીસ મહાનિરીક્ષ રાજેન્દ્રસિંહ ચુડાસમા જુનાગઢ વિભાગ તથા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ગીર સોમનાથ નાઓએ ગીર સોમનાથ જીલ્લામાં રાત્રિના સમયે વાહનોમાં અનઅધિકૃત એલ.ઈ.ડી. લાઇટના કારણે સામેથી આવતા વાહનચાલકોની આખો અંજાય જવાથી માર્ગ અકસ્માત થવાની શક્યતા રહેતી હોય તેમજ વાહનોમાં કાળા કાચનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં થતો હોય જે ડામવા સારૂ અસરકારક ટ્રાફીક ડ્રાઇવ કરવા સૂચના કરેલ હોય. જે અનુસંધાને ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ તા.૧૬/૦૩/૨૦૨૬ થી તા.૨૨/૦૩/૨૦૨૬ સુધી અઠવાડીક ટ્રાફીક ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય જેમાં પો.સબ.ઇન્સ. વી.એન.મોરવાડીયા જિલ્લા ટ્રાફિક શાખાની ટીમ તથા ARTO ગીર સોમનાથના અધિકારીને સાથે રાખી ગીર સોમનાથ જિલ્લામાં નેશનલ હાઇવે પર જુદી જુદી જગ્યાએ ટ્રાફીકની અસરકારક કામગીરી કરવામાં આવેલ. આ કામગીરી દરમિયાન રૂ. ३.१,७८,३००/- દંડ વસુલ કરેલ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande