એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ અંગે જાગૃતિ લાવવા ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા બે મહત્વના MoU
- ઇન્ડિયન ફાર્માકોપિયા કમિશન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે કરાયા સમજૂતી કરાર ગાંધીનગર, 23 માર્ચ (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. ૨૮ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને ‘એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ’-AMRના ગંભીર ખત
MoU થયા


- ઇન્ડિયન ફાર્માકોપિયા કમિશન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે કરાયા સમજૂતી કરાર

ગાંધીનગર, 23 માર્ચ (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. ૨૮ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને ‘એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ’-AMRના ગંભીર ખતરા અંગે જાગૃત થવા આહ્વાન કર્યું હતું. આ આહ્વાનને સાર્થક કરવા અને જાહેર આરોગ્યની સુરક્ષા માટે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા બે મહત્વના સમજૂતી કરાર-MoU કરવામાં આવ્યા છે.

જે અંતર્ગત AMR અંગે રાજ્યભરમાં વ્યાપક જાગૃતિ લાવવા માટે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલે ઇન્ડિયન ફાર્માકોપિયા કમિશન-IPC તેમજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન-IMA સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે.

આ ઐતિહાસિક ક્ષણે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ ભરત પટેલ, ઉપપ્રમુખ કશ્યપ પટેલ, ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ઉપપ્રમુખ જશુભાઈ ચૌધરી, IMA પ્રેસિડેન્ટ ડૉ. અનિલ નાયક, IPC સેક્રેટરી ડૉ. કલાઈસેલવન સહિત ફાર્મસી અને તબીબી ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande