ગુજરાતનું હવામાન 21મી સદીમાં ઘણુ બદલાયું જેથી ગુજરાતના જીડીપી પર 2 લાખ કરોડનું જોખમ
અમદાવાદ,23 માર્ચ (હિ.સ.) આપણે દર વર્ષે 23 માર્ચે વિશ્વ હવામાન દિવસ ઉજવીએ છીએ. પરંતુ 21મી સદીમાં ગુજરાતના હવામાન ઘણુ બદલાયું છે. જેની અસર ખેતી, ઉદ્યોગો, જાહેર આરોગ્ય, દરિયાકિનારા પર થઇ છે. સરકારી વેબસાઇટ ગુજરાત ક્લાઇમેટ એક્શન ટ્રેકર મુજબ, વધત
Gujarat's weather changed a lot in the 21st century,


અમદાવાદ,23 માર્ચ (હિ.સ.) આપણે દર વર્ષે 23 માર્ચે વિશ્વ હવામાન દિવસ ઉજવીએ છીએ. પરંતુ 21મી સદીમાં ગુજરાતના હવામાન ઘણુ બદલાયું છે. જેની અસર ખેતી, ઉદ્યોગો, જાહેર આરોગ્ય, દરિયાકિનારા પર થઇ છે.

સરકારી વેબસાઇટ ગુજરાત ક્લાઇમેટ એક્શન ટ્રેકર મુજબ, વધતા તાપમાનના કારણે 2030 સુધીમાં ગુજરાતના જીડીપીમાં 2 ટ્રિલિયન એટલે કે 2 લાખ કરોડ રૂપિયા નુકસાન થવાનું જોખમ છે.

આ ઉપરાંત સદીના અંત સુધી રાજ્યમાં 365 દિવસમાંથી 150 દિવસ 40 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાનું અનુમાન કરાયું છે. રાજ્યમાં છેલ્લા 20 વર્ષમાં દિવસ અને રાતના લઘુત્તમ, મહત્તમ તાપમાનમાં 2.5 ડિગ્રીનો વધારો નોંધાયો છે.

ગુજરાતમાં ચોમાસામાં વરસાદ અને શિયાળામાં ઠંડીના દિવસો ઘટ્યા છે, પરંતુ ગરમ દિવસો સતત વધી રહ્યા છે.બદલતા ઋતુચક્રમાં ચોમાસાના દિવસો સતત ઘટી રહ્યા છે. 2040 સુધીમાં ગુજરાતમાં ચોમાસાના દિવસો 15% સુધી ઘટી જશે. આ ઉપરાંત અતિભારે વરસાદની ઘટનાઓ 70% સુધી વધવાનું જોખમ છે. 2050 સુધીમાં દરિયાઇ સ્તર 0.15 મીટર ઊંચુ આવશે. જ્યારે ખેતીમાં કામ કરતાં લોકો પર ભારે અસર થશે, 50% રોજગારી પર જોખમ ઉભું કરશે.

દરિયાકિનારોઃ 2340 કિમી દરિયાકિનારામાં 45% જોખમ હેઠળ. 40 તાલુકામાં રહેતા 1 કરોડને લોકોને અસર થશે.ખેતીઃ 54% ખેતીનો વિસ્તાર વરસાદ આધારિત, પરંતુ વરસાદની પેટર્નમાં ફેરફારથી ખાદ્ય પદાર્થના ભાવમાં વધારો થશે.ઉદ્યોગઃ વધતા તાપમાનના કારણે ઓદ્યોગિક ઉત્પાદન, વીજ ઉત્પાદન ક્ષમતા ઘટશે.જાહેર આરોગ્યઃ વર્ષમાં અડધા દિવસ વધુ તાપમાન રહેવાથી હિટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન વગેરેથી બાળકો, વૃદ્ધો મૃત્યુદર વધશે.25 વર્ષમાં ઉનાળામાં સરેરાશ તાપામન 4.6 ડિગ્રી વધ્યું

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande