‘ઇનટેન્જિબલ વડનગર’ કાર્યક્રમથી ઐતિહાસિક જળ વારસાનો પરિચય
મહેસાણા, 23 માર્ચ (હિ.સ.) : વિશ્વ જળ દિવસની પૂર્વ સંધ્યાએ વડનગર ખાતે ગુજરાત પ્રવાસન નિગમ અને ‘અતુલ્ય વારસો’ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ‘ઇનટેન્જિબલ વડનગર’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવી પેઢી, ખાસ કરીને B.Ed.ના તાલીમાર્થીઓને વડનગરની
‘ઇનટેન્જિબલ વડનગર’ કાર્યક્રમથી ઐતિહાસિક જળ વારસાનો પરિચય


gallery


મહેસાણા, 23 માર્ચ (હિ.સ.) : વિશ્વ જળ દિવસની પૂર્વ સંધ્યાએ વડનગર ખાતે ગુજરાત પ્રવાસન નિગમ અને ‘અતુલ્ય વારસો’ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ‘ઇનટેન્જિબલ વડનગર’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવી પેઢી, ખાસ કરીને B.Ed.ના તાલીમાર્થીઓને વડનગરની પ્રાચીન જળ વ્યવસ્થા અને ઐતિહાસિક વારસાના મહત્વ વિશે માહિતગાર કરવાનો રહ્યો હતો.

કાર્યક્રમ અંતર્ગત હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓએ શર્મિષ્ઠા તળાવ, સાત માળ ઊંડી પશ્ચિમ મહેતાની વાવ, લાતેરી વાવ અને ગૌરી કુંડ જેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમને વડનગરની પ્રાચીન ઈજનેરી કળા અને જળ સંચાલન પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જાણવામાં આવ્યું કે પ્રાચીન સમયમાં અહીં 360 જેટલા જળાશયો પરસ્પર જોડાયેલા હતા, જે જળ સંચયનું ઉત્તમ ઉદાહરણ છે.

આ ઉપરાંત તાલીમાર્થીઓએ નવ નિર્મિત પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય અને ‘પ્રેરણા’ સંકુલની મુલાકાત લઈને સ્વદેશી જીવનશૈલી અંગે પણ જ્ઞાન મેળવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નગરના વિવિધ વિસ્તારોમાં ભવાઈ દ્વારા સ્થાનિક સંસ્કૃતિનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.

--------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande