પાટણની શેઠ એમ.એન. હાઈસ્કૂલમાં એનસીસી ‘A’ સર્ટિફિકેટ પરીક્ષા યોજાઈ
પાટણ, 23 માર્ચ (હિ.સ.) : પાટણની શેઠ એમ.એન. હાઈસ્કૂલ ખાતે સેવન ગુજરાત બટાલિયન એનસીસી મહેસાણા દ્વારા એનસીસી ‘A’ સર્ટિફિકેટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં શેઠ એમ.એન. હાઈસ્કૂલ, સાર્વજનિક હાઈસ્કૂલ, સરસ્વતી શિશુ મંદિર સહિત ચાર શાળાઓના
શેઠ એમ.એન. હાઈસ્કૂલમાં એનસીસી ‘A’ સર્ટિફિકેટ પરીક્ષા યોજાઈ


પાટણ, 23 માર્ચ (હિ.સ.) : પાટણની શેઠ એમ.એન. હાઈસ્કૂલ ખાતે સેવન ગુજરાત બટાલિયન એનસીસી મહેસાણા દ્વારા એનસીસી ‘A’ સર્ટિફિકેટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં શેઠ એમ.એન. હાઈસ્કૂલ, સાર્વજનિક હાઈસ્કૂલ, સરસ્વતી શિશુ મંદિર સહિત ચાર શાળાઓના કુલ 111 કેડેટ્સે ભાગ લીધો હતો.

આ પરીક્ષાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ભાવના, એકતા અને અનુશાસનના ગુણો વિકસાવવાનો છે. કેડેટ્સનું મૂલ્યાંકન બે વર્ષના તાલીમ અને કેમ્પ દરમિયાન મેળવેલા સૈન્ય તેમજ નૈતિક શિક્ષણના આધારે કરવામાં આવ્યું હતું. પરીક્ષાના સુચારુ આયોજન માટે એનસીસી અધિકારીઓ વી.પી. ઠાકોર, શૈલેષભાઈ પ્રજાપતિ, રઘુવીરસિંહ અને દીક્ષિતભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા. ઉપરાંત 2 પીઆઈ સ્ટાફ સભ્યો પણ નિરીક્ષણ માટે ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande