ત્રણ માઇલ નજીક અકસ્માતમાં એક નું મોત: એક ઘાયલ.
પોરબંદર, 23 માર્ચ (હિ.સ.)પોરબંદરના ત્રણ માઇલ નજીક બેફામ બનીને દોડતી કારે બાઈકને ઠોકર મારતા પ્રૌઢ દંપતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો જેમા પતિનુ મોત થતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી પોરબંદરના બોખીરા વિસ્તારમાં રામદેપીરના દ્રારા પાસે રહેત નવઘણભાઈ ભોજાભાઈ
ત્રણ માઇલ નજીક અકસ્માતમાં એક નું મોત: એક ઘાયલ.


પોરબંદર, 23 માર્ચ (હિ.સ.)પોરબંદરના ત્રણ માઇલ નજીક બેફામ બનીને દોડતી કારે બાઈકને ઠોકર મારતા પ્રૌઢ દંપતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો જેમા પતિનુ મોત થતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી પોરબંદરના બોખીરા વિસ્તારમાં રામદેપીરના દ્રારા પાસે રહેત નવઘણભાઈ ભોજાભાઈ સાગરકા અને તેમના પત્નિ લીલાવંતિબેન મોટરસાયકલ લઈને જતા હતા તે દરમ્યાન બેફામ બનીને દોડતી અજાણી કારના ચાલકે બાઈકને ઠોકર મારતા દંપતિ ઈજાગ્રસ્ત બન્યુ હતુ જયારે આ અકસ્માતમા લીલાવંતિબેનના પતિ નવઘણભાઈને ગંભીર ઈજા પહોંચતા તેમનુ સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ આ બનાવ અંગે ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande