


પોરબંદર, 23 માર્ચ (હિ.સ.)પોરબંદર જીલ્લામા અસામાજી તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. આવાસ યોજના વિસ્તારમાં ફૂટ પેટ્રોલીગ કરવામા આવ્યુ હતુ તેમજ અસામાજિક પ્રવૃતિ કરતા તત્વોના મકાનમા ચેંકીગ હાથ ધરવામા આવ્યુ હતુ ઉદ્યોગનગર આવાસ વિસ્તારમાં ડિવિઝન પોલીસ ની અલગ અલગ ટીમો પાડી ફૂટ પેટ્રોલિંગ તથા કોમ્બિંગ કરવામા આવ્યુ હતુ તેમજ આવાસ માં રેહતા અસામાજીક તત્વોના ઘરો ચેક કરવામાં આવ્યા હતા આવાસમા રહેતા કેટલા લોકો અસામાજિક પ્રવૃતિ કરતા હોવાની ફરીયાદના આધારે પોલીસ દ્રારા કાર્યવાહી કરવામા આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya