વડોદરામાં આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં રાહુલ ગાંધીએ કહ્યું અદાણીજીની કંપનીમાં સિનિયર મેનેજમેન્ટનું લિસ્ટ જુઓ, એક આદિવાસી નહીં મળે
વડોદરા, 23 માર્ચ (હિ.સ.) : વડોદરામાં આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં રાહુલ ગાંધીએ કહ્યું અદાણીજીની કંપનીમાં સિનિયર મેનેજમેન્ટનું લિસ્ટ જુઓ,એક આદિવાસી નહીં મળે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી આજે ગુજરાતમાં વડોદરાની મુલાકાતે
Tribal Rights Constitution Conference in Vadodara, Rahul Gandhi


વડોદરા, 23 માર્ચ (હિ.સ.) : વડોદરામાં આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં રાહુલ ગાંધીએ કહ્યું અદાણીજીની કંપનીમાં સિનિયર મેનેજમેન્ટનું લિસ્ટ જુઓ,એક આદિવાસી નહીં મળે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી આજે ગુજરાતમાં વડોદરાની મુલાકાતે આવ્યા છે. અંબાજીથી ઉમરગામ સુધી આવેલા આદિવાસી પટ્ટા ઉપર આદિવાસીઓના અધિકારો માટે લડતા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, સમાજના ઉત્થાન માટે કામ કરતા લીડરો અને પ્રબુધ્ધ નાગરિકો સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે.

આજે બપોરે ત્રણ વાગ્યે તેઓ વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આવકારીને 'રાહુલ ગાંધી જિંદાબાદ'ના નારા લગાવ્યા હતા. ત્યાર બાદ આજવા ચોકડી પાસે આવેલા દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં હાજરી આપવા પહોંચ્યા છે.

આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં સંબંધોન કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, હું આદિવાસી શબ્દથી શરૂઆત કરવા માગું છું. જો તમે 2000-3000 વર્ષ પહેલાં આવ્યા હોય તો તમામ જમીન આદિવાસીની હતી તે બાબતે કોઈ વિવાદ નથી. તમારો ઇતિહાસ જમીન ગુમાવવાની છે. ધીમે ધીમે તમને હટાવતા ગયા...હટાવતા ગયા...હવે 21મી સદીમાં નવો શબ્દ આવ્યો છે. RSS-BJPનો શબ્દ છે વનવાસી.

વનવાસીનો મતલબ કે તમે ઓરિજિનલ માલિક નહોતા. આદિવાસીનો મતલબ આ દેશ તમારો હતો, જલ, જંગલ અને જમીન તમારી હતી. વનવાસીનો મતલબ જલ, જંગલ અને જમીન તમારા નથી.

વનવાસી એ બિરસા મુંડાની વિચારધારા પર પ્રહાર છે. આ જુઓ બંધારણ. આ આઝાદી પછી લખવામાં આવ્યું છે. હિન્દુસ્તાનનો કાયદો અને વિઝન છે. પરંતુ આ નવી બુક નથી. આ બુકમાં હજારો વર્ષ જૂની વિચારધારા છે.

મોટા મોટા અધિકારીઓની યાદી ચેક કરો. થોડા વર્ષ પહેલાં ધૂમધામથી બજેટ રીલિઝ થયું અને 11 અધિકારી ઉભા હતા, ફોટો લેવામાં આવ્યો. મેં સવાલ પૂછ્યો આ 11 અધિકારીમાંથી 90 ટકાનું તો કોઈ છે જ નહીં. આખા દેશનું ધન વહેંચવામાં આવી રહ્યું છે, લાખો-કરોડ લોકોને ધન વહેંચવામાં આવે છે. પણ લાઇનમાં ક્યાંય દલિત કે પછાત વર્ગ નથી. ખાનગી હોસ્પિટલની યાદી જુઓ, માલિકોનું લિસ્ટ જુઓ, કોલેજ-યુનિવર્સિટીનું લિસ્ટ જુઓ, કોર્પોરેટનું લિસ્ટ જુઓ. આમા ક્યાં છે આદિવાસીઓ? 16 લાખ કરોડ માફ કરવામાં આવ્યા છે.

આખો દેશ જાણે છે કે, આ દેશમાં 9 ટકા આદિવાસી છે. દેશ જાણે છે કે, 15 ટકા દલિત છે. 50 ટકા પછાત વર્ગ છે. 15 ટકા લઘુમતી છે. તમે ખાનગીકરણ શબ્દનો ઉપયોગ કર્યો. આ ખોટો શબ્દ છે. ખાનગીકરણથી લાગે છે કે, આદિવાસીઓને પણ મળે છે, દલિતોને મળે છે, નહીં ખાનગીકરણનો મતલબ 5-7 લોકોને લાભ મળે છે. પહેલાં પબ્લિક સેક્ટર હતા. તેમાં અનામત હતી. તેમાં આદિવાસી, દલિત અને પછાત જઈ શકતા હતા.

અદાણીજીની કંપનીનું લિસ્ટ ખોલો, સિનિયર મેનેજમેન્ટ જુઓ એક આદિવાસી નહીં મળે.

રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, દેશમાં જમીન કોની જાય છે? જ્યારે પણ વિકાસની વાત આવે છે ત્યારે સીધા આદિવાસીની જમીન ઝૂંટવી લે છે. સ્ટેચ્યૂ બનાવવું છે આદિવાસીની જમીન ઝૂંટવો, માઇન ખોલવી છે તો આદિવાસીની જમીન ઝૂંટવો મતલબ કે તમારો કોઈ અધિકારી નથી. હું જાતિ જનગણનાની વાત કરું છું. જ્યારે આ વાત કરું છું ત્યારે આરએસએસ, મોદીજી અને ભાજપના લોકો મારા પર આક્રમણ કરે છે.

રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, ભાજપના લોકો, મોદીજી બિરસા મુંડાજી સામે હાથ જોડે છે. આંબેડકરજી સામે હાથ જોડે છે, ફુલેજીની મૂર્તિ સામે હાથ જોડે છે. ગાંધીજીની મૂર્તિ સામે હાથ જોડે છે. પરંતુ બિરસા મુંડાજી જે બાબતે મૃત્યુ પામ્યા તેની રક્ષા નથી કરતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande