ઈન્સ્ટાગ્રામ પર પ્રેમજાળમાં ફસાવી સગીરાની અસમતથી દુષ્કર્મ: આરોપી સાજીદ પઠાણ ઝડપાયો
સુરત, 23 માર્ચ (હિ.સ.)-સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં ધોરણ-12માં અભ્યાસ કરતી સગીરાને ઈન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા કરીને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપીને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી મોહંમદ સ
દુષ્કર્મ આરોપી સાજીદ પઠાણ ઝડપાયો


સુરત, 23 માર્ચ (હિ.સ.)-સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં ધોરણ-12માં અભ્યાસ કરતી સગીરાને ઈન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા કરીને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપીને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી મોહંમદ સાજીદ ઉર્ફે અહદ મોહંમદ જાવેદ પઠાણને ઝડપીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

માહિતી મુજબ, માર્ચ-2025માં સગીરા ઈન્સ્ટાગ્રામ પર આરોપીના સંપર્કમાં આવી હતી. મીઠી વાતો કરીને આરોપીએ તેને વિશ્વાસમાં લીધી અને બાદમાં વોટ્સએપ પર નગ્ન ફોટા માગ્યા હતા. સગીરાએ વિશ્વાસમાં આવી ફોટા મોકલ્યા બાદ આરોપીએ તેને વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.

આરોપી સગીરાને પાલ વિસ્તારની હોટેલમાં લઈ ગયો હતો, જ્યાં તેણે તેની ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા અને ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. ત્યારબાદ આ વીડિયો આધારે સતત સગીરાને ધમકાવી અને માનસિક ત્રાસ આપતો રહ્યો હતો.

આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે સગીરાના ભાઈએ તેનો મોબાઈલ તપાસ્યો હતો. ભાઈ આરોપીને સમજાવવા ગયો ત્યારે આરોપીએ તેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પરિવાર દ્વારા ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીને ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી શહેરમાં ગ્લાસની દુકાનમાં મજૂરી કામ કરતો હતો. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande