
પોરબંદર, 23 માર્ચ (હિ.સ.)રાજયમા સ્થાનિક સ્વરાજયની ચુંટણીનો ધમધમાટ શરૂ થયો છે આજે મહાનગરપાલિકા, નગરપાલિકા અને જીલ્લા અને તાલુકાની મતદાર યાદી જાહેર કરવામા આવી છે. જેને પગલે ગમે ત્યારે ચુંટણીની તારીખ જાહેર થઇ શકે છે. તેવી ચર્ચાઓ શરૂ થઇ છે.
સ્થાનિક સ્વરાજયની ચુંટણીને
લઇ ઘણા લાંબા સમયથી ચર્ચાઆ ચાલી રહી હતી તેવા સમયે આજે પોરબંદર સહિત 15 મનપાલિકાની મતદાર યાદી પ્રસિદ્ધ કરવામા આવી છે. તો 72 નગરપાલિકા, 42 જિ. પંચાયત અને તા. પંચાયતની પણ મતદાર યાદી જાહેર કરવામા આવતા નજીકના સમયમા ચુંટણીની તારીખ જાહેર થશે તેવી પણ ચર્ચાઓ શરૂ થઇ છે. પોરબંદરની વાત કરીએતો પોરબંદર મહાનગરપાલિકા અને જીલ્લા પંચયત અને ત્રણ તાલુકા પંચાયતની ચુંટણી યોજાશે જેને લઇ રાજકીય પક્ષો દ્રારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામા આવી છે તો બીજી તરફ તંત્ર પણ સજજ બન્યુ છે.
પોરબંદર જિલ્લામા સ્થાનિક સ્વરાજયની ચુંટણીને લઈ રાજકીય માહોલ પણ ગરમાયો છે. પોરબંદર નગરપાલિકામાંથી રૂપાંતર મહાનગરપાલિકામ કરવામા આવ્યુ છે અને મનેપાની ચુંટણી આ વખતે રસપ્રદ બની રહેશે નવુ સિમાંકન અને મતદાર યાદીને લઈ રાજકીય પક્ષોએ ઉમદવારોની પસંદગી અને જીત માટેના ગણિત માંડવાનુ શરૂ કરી દીધુ હોવાનુ પણ કહેવાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya