
પોરબંદર, 23 માર્ચ (હિ.સ.)કુતિયાણા પો.સ્ટે.ના પો.ઈન્સ. એમ.ડી.વાળાના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હતા તે દરમ્યાન અમર ગામથી ધણસેર વિસ્તાર તરફ જતા કાચા રસ્તા પાસેની બાવળોની કાંટમાં જાહેરમાં તીનપતિ રોન પોલીસ નામનો હારજીતનો જુગાર રમતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સંજય હાજાભાઈ ઓડેદરા, ચના દેવાભાઈ બામણીયા અને રાજુ ગાંગાભાઈ કડછાને રોકડા રૂા. 14,800/- તથા મો.સા. કુલ
કી.રૂ.24,800/- ના મુદામાલ સાથે ઝડપી પડ્યા હતા. કુતિયાણા પોલીસ દ્વારા આ રેઈડ દરમ્યાન મળી આવેલ ત્રણ ઈસમો તથા નાશી જનાર અજીત પોલાભાઈ ભુતિયા અને ગાંગા કારાભાઈ ભુતિયા સામે જુ.ધા. કલમ 12 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી પો.ઈન્સ. એમ.ડી.વાળા તથા પોલીસ હેડ કોન્સ. વાય.એસ.વાળા તથા પી.આર. ઓડેદરા પો.કોન્સ. અશ્વિન વેજાભાઈ, વિજય ખીમાણંદભાઈ, અક્ષયકુમાર જગતસિંહ, ભરત ભોજાભાઈ દ્વારા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya