
પોરબંદર, 23 માર્ચ (હિ.સ.)પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવ પર કુતિયાણા નજીક આવેલી ચૌટા ચેકપોસ્ટ પાસેથી બે શખ્સોને પેરોલ ફર્લો સ્કોડે બે શખ્સને વિદેશી દારૂની 86 બોટ સાથે ઝડપી લીધા હતા પોરબંદર પેરોલ ફર્લો સ્કોડ પેટ્રોલીગમા હતી તે દરમ્યાન ચૌટા ચેક પોસ્ટ
પાસેથી પસાર થતા આકાશ ભીખુ જુંગી અને અજય ખુશલદાસ કોટેચા નામના બે શખ્સો પાસેથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડ અને પેકિંગની બોટલ નંગ-86 કિંમત રૂ.86,340ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા અને તેમની સામે કુતિયાણા પોલીસ સ્ટેશનમા પ્રોહિબિશન હેઠળ ગુન્હો નોંધ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya