ગઢડા શહેર નજીક આવેલ આઈ શ્રી સોનલ જીવદયા ગૌશાળામાં બીમાર, ઈજાગ્રસ્ત ગાયોની સેવા કરવામાં આવે છે
બોટાદ, 23 માર્ચ (હિ.સ.) : હાલ જોઈએ તો અનેક સેવાકીય સંસ્થાઓ, ગૌશાળા, ટ્રસ્ટ અને પાંજરાપોળ દ્વારા ગાયોની નિસ્વાર્થ સેવા કરવામાં આવી રહી છે જે સમાજ માટે પ્રેરણાદાયક છે. ખાસ કરીને શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી ગાયો એવી હોય છે જે બીમાર, નિરાધાર, અપં
ગૌ સેવા


બોટાદ, 23 માર્ચ (હિ.સ.) : હાલ જોઈએ તો અનેક સેવાકીય સંસ્થાઓ, ગૌશાળા, ટ્રસ્ટ અને પાંજરાપોળ દ્વારા ગાયોની નિસ્વાર્થ સેવા કરવામાં આવી રહી છે જે સમાજ માટે પ્રેરણાદાયક છે. ખાસ કરીને શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી ગાયો એવી હોય છે જે બીમાર, નિરાધાર, અપંગ, ઇજાગ્રસ્ત અથવા વૃદ્ધાવસ્થાના કારણે તકલીફમાં હોય છે. આવી ગાયોને આશ્રય અને સારવાર આપવા માટે ગૌશાળાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અહીં ગાયોને માત્ર ખોરાક અને પાણી જ નથી મળતું, પરંતુ તેમને યોગ્ય દવાઓ, રહેવા માટેની વ્યવસ્થા અને સંભાળ પણ રાખવામાં આવતી હોય છે.

બોટાદ જિલ્લાના ગઢડા શહેર નજીક આઈ શ્રી સોનલ જીવદયા ગૌશાળા એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા આવેલી છે. અગાઉ આ સંસ્થા દ્વારા કોઈપણ સ્થળે ઈજાગ્રસ્ત પશુઓ હોય તો આ સંસ્થાને જાણ કરવામાં આવે તો તેઓ ત્યાં સ્થળ પર જઈને સારવાર કરતા હતા પરંતુ છ વર્ષ પહેલા ગૌશાળા ની શરૂઆત કરવામાં આવી હતી હાલ અહીંયા 125 કરતાં પણ વધુ બીમાર, ઈજાગ્રસ્ત, નિરાધાર, અપંગ, સુરદાસ વગેરે ગાયોની સેવા કરવામાં આવે છે અહીંયા અનેક લોકો દ્વારા દાન પણ આપવામાં આવે છે જેનો ઉપયોગ આ ગાયોની સેવા માટે કરવામાં આવે છે.

આ અંગે અહીંયા સેવા આપતા ચંદ્રકાંતભાઈ સોલંકી એ જણાવ્યું અમે છેલ્લા 15 થી 20 વર્ષથી અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃતિ કરી રહ્યા છીએ. કોઈપણ પશુ ઈજાગ્રસ્ત થયું હોય અને અમને ફોન મારફતે જાણ કરવામાં આવે તો અમે તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચીએ છીએ અને તેની જરૂરી સારવાર કરીએ છીએ આ મુજબની અગાઉ અમે સેવાકીય પ્રવૃતિ કરતા હતા પરંતુ છેલ્લા પાંચ થી છ વર્ષથી આ ગૌશાળાની શરૂઆત કરવામાં આવી છે અને અહીંયા અમે ગાયો રાખીને તેની સેવા કરીએ છીએ. હાલ અમારી આ ગૌશાળામાં નિરાધાર, અપંગ, ઈજાગ્રસ્ત, સુરદાસ, બીમાર ગાયો રહેલી છે.

અહીંયા એક પણ સારા કે સ્વસ્થ પશુઓ રહેલા નથી માત્ર ને માત્ર બીમાર અને ઇજાગ્રસ્ત જ ગાયો અહીંયા રહેલી છે જેની અમે અહીંયા સેવા કરીએ છીએ. અહીંયા જ્યારે બીમાર ગાયો લાવવામાં આવે છે ત્યારે નિષ્ણાંત ડોક્ટર મારફતે તેની સારવાર કરવામાં આવે છે. રોજના માટે સમયસર તેને નિરણ આપવામાં આવે છે, રહેવા માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે વગેરે યોગ્ય સાર સંભાળ અહીંયા રાખવામાં આવે છે. આ ગૌશાળામાં અનેક દાતાઓ દ્વારા દાન આપવામાં આવે છે જેના થકી અમે સારી રીતે ગાયોની સેવા કરી શકીએ છીએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande