
વલસાડ, 23 માર્ચ (હિ.સ.): વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નેવરી ગામ સ્થિત ફરતા પશુ દવાખાનામાં દેહલી ગામના એક પશુપાલકનો ઇમર્જન્સી કોલ આવ્યો હતો જેથી એમ્બ્યુલન્સ તાત્કાલિક સારવાર માટે દેહલી ગામ પહોંચી ગઈ હતી ત્યાં જઈને ડોક્ટરે તપાસ કરતા હરેશભાઈના ઘરે 3 મહિનાની વાછરડીને પેટમાં સારણ ગાંઠ (Umbilical Hernia) થયેલી હોવાનું જાણવા મળ્યું હતું.
ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ સંસ્થાના ડો. સ્વાતિ અને ડો. હાર્દિક પટેલ, પાઇલોટ અશોકભાઈ અને વિરેન્દ્રભાઈ એ મળીને હરણીયાને મૂળમાંથી કાઢી ઓપરેશન કર્યું હતું અને હરણ્યાનાં દુખાવામાંથી વાછરડીને મુક્ત કરી જીવ બચાવવામાં આવ્યો હતો. જે બદલ પશુમાલિકે EMRI green health services સંસ્થા અને ડોક્ટર તેમજ પાયલોટને અભિનંદન પાઠવી આ સેવા અંગે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે