ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ કારોબારી બેઠક યોજાઇ
ગાંધીનગર,24 માર્ચ (હિ.સ.) ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં પ્રદેશ કારોબારી બેઠક ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમકો
ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ કારોબારી બેઠક યોજાઇ


ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ કારોબારી બેઠક યોજાઇ


ગાંધીનગર,24 માર્ચ (હિ.સ.) ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં પ્રદેશ કારોબારી બેઠક ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમકોબા ખાતે યોજાઈ ગઈ હતી.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ શહીદ દિવસ નિમિતે માં ભારતીની આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનાર ક્રાંતિવીર ભગતસિંહ,રાજગુરુ અને સુખદેવને વંદન કરી ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી લાંબા સમય 8931 દિવસ સુધી સરકારના વડા તરીકે નેતૃત્વ કરી નવો કીર્તિમાન સ્થાપવા બદલ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા

6 એપ્રિલ, 1980 ભાજપની સ્થાપના થઇ અને તે આજે એક વટવૃક્ષ બન્યું છે. ‘રાષ્ટ્ર પ્રથમ’ ની ભાવના સાથે કાર્યરત આ સંગઠન લાખો કાર્યકર્તાઓ માટે પ્રેરણાસ્ત્રોત છે.

તેઓએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી માત્ર એક પાર્ટી નહિ પણ એક વિચારધારા છે, ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી અને પં.દીનદયાલજી ઉપાધ્યાયની દેશ સેવા અને જન સેવાની વિચારધારાને કેન્દ્રમાં રાખીને, પાર્ટીની પંચનિષ્ઠા અને એકાત્મ માનવ દર્શન દ્વારા છેવાડાના માનવી સુધી જનકલ્યાણની ભાવનાને વધુ ગતિશીલ બનાવવાનો ભાજપાનો હંમેશા પ્રયાસ રહ્યો છે.

ભાજપા સુદ્રઢ, સમૃદ્ધ અને સ્વાવલંબી અને આધુનિક, પ્રગતિશીલ અને પ્રબુદ્ધ હોય એવા ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે.

વિશ્વકર્માએ જણાવ્યું હતુ કે,ભાજપા સ્થાપના કાળથી પાર્ટીનું લક્ષ્ય એક એવા લોકશાહી રાજ્યની સ્થાપના કરવાનું છે જેમાં જ્ઞાતિ, સંપ્રદાય અથવા લિંગના ભેદભાવ વિના તમામ નાગરિકોને રાજકીય, સામાજિક અને આર્થિક ન્યાય, સમાન તક તેમજ ધાર્મિક શ્રદ્ધા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સુનિશ્ચિત થઈ શકે. સંગઠન એ ભાજપાનો આત્મા છે અને કાર્યકર્તા ભાજપાની શક્તિ છે.

વિશ્વની સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે યુવાન નીતિન નવીનજીને નેતૃત્વ સોપાયું છે, તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષથી લઈને સંગઠનમાં યુવાનોને તક આપવામાં આવી રહી છે. બૂથ સમિતિ, બૂથ સ્તર સુધીની સક્રિયતા જ ભાજપની અજેય શક્તિનું રહસ્ય છે. તેમજ સંગઠનની સાચી તાકાત બૂથ પર છે.

વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું હતુ કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના છેવાડાના માનવીની સતત ચિંતા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અનેક ઐતિહાસિક પરિવર્તનોએ આકાર લીધા છે. આર્ટિકલ 370ની નાબૂદી, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ, આતંકવાદ સામે સર્જિકલ સ્ટ્રાઈક, ઓપરેશન સિંદૂર,ટ્રિપલ તલાકની નાબૂદી જેવા નિર્ણયોએ રાષ્ટ્રીય સુરક્ષા અને સમાનતા સુનિશ્ચિત કરી છે. આયુષ્માન ભારત, ઉજ્જ્વલા યોજના અને પીએમ કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓએ ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકનું જીવન સરળ બનાવ્યું છે.

આજે ભારત માત્ર એગ્રીકલ્ચર જ નહીં, પરંતુ ડિજિટલ, ગ્રીન, બ્લુ, સ્પીરીચ્યુઅલ અને ઓરેન્જ ઈકોનોમી ક્ષેત્રે વૈશ્વિક હબ બની રહ્યું છે.

વિશ્વકર્માએ ઉમેર્યું હતું કે,A Man with Positivity તરીકે જાણીતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સતત પ્રગતિના શિખરો સર કરી રહ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024ની સફળતા, દેશની પ્રથમ 'સેમિકન્ડક્ટર પોલિસી', અને 'નમો લક્ષ્મી' તથા 'નમો સરસ્વતી' જેવી શિક્ષણલક્ષી યોજનાઓ રાજ્યના આધુનિકીકરણના સાક્ષી છે. ખેડૂતોના હિતમાં તાત્કાલિક 10000 કરોડનું રાહત પેકેજ અને કિસાન સૂર્યોદય યોજના થકી સરકારે પોતાની સંવેદનશીલતા અને કટિબદ્ધતા સાબિત કરી છે. આજે રાજ્યમાં 108 યુનિવર્સિટીઓ, 35+ મેડિકલ કોલેજો અને શ્રેષ્ઠ રોડ નેટવર્ક તથા ડિજિટલ કનેક્ટિવિટી ઉપલબ્ધ છે.

ગુજરાતની જનતાએ હંમેશા ભાજપની વિકાસની રાજનીતિ પર વિશ્વાસ મૂક્યો છે. 2022માં ઐતિહાસિક 156 બેઠકો અને આજે 162 ધારાસભ્યો સાથે ભાજપ ગુજરાતમાં જનતાના આશીર્વાદથી ખુબજ મજબૂત સ્થિતિમાં છે. તમામ 8 મહાનગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને અંદાજિત 95% સ્થાનિક સ્વરાજ્યની બેઠકો પર આજે ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે.

આ આંકડાઓ દર્શાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાંથી જાતિવાદ, પરિવારવાદ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરી વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી છે.ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે તમામ કાર્યકર્તાઓએ સરકારના વિકાસ કાર્યોનું રિપોર્ટ કાર્ડ લઈને જનતા વચ્ચે જવાનું છે.

'સેવા હી સંગઠન' ના મંત્ર સાથે,2047 સુધીમાં 'વિકસિત ભારત' ના નિર્માણ માટે ભાજપના દરેક કાર્યકર્તાને શત પ્રતિશત યોગદાન આપવા વિશ્વકર્માએ આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે,વૈશ્વિક યુધ્ધની પરિસ્થતિમાં 75 હજારથી વધુ ભારતીયોને દેશમાં સહી સલામત પરત લાવવામાં આવ્યા છે તેમજ અરાજકતા ભરેલી વૈશ્વિક પરિસ્થિતિમાં દેશ અવિરત પણે આગળ વધી રહ્યો છે જે આપણા માટે ગૌરવની વાત છે. ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે. જેમાં કાર્યકર્તાઓના ઘડતર માટે અનેક પ્રક્રિયાઓ છે. જેમાં સતત કાર્યકર્તાઓનું ધડતર થાય છે.આથી જ પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે કામ કરતો હોય છે. તેઓએ પેટ્રોલ, ડીઝલને લગતી કોઈ પણ પ્રકારની અફવાઓથી દુર રહેવા, અફવાઓ ન ફેલાવા તેમજ ગેરમાર્ગે ન દોરાવા નાગરિકોને અપીલ કરી હતી.

સંગઠન મહામંત્રી રત્નાકરએ તેમના ઉદબોધનમાં સંગઠનાત્મક કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે ભાજપા લોકતાંત્રિક મૂલ્યો આધારિત પાર્ટી છે. સંગઠન શક્તિનો સકારાત્મક ઉપયોગ પર ભાર મુકતા કહ્યું હતું કે આગામી 29 એપ્રિલે મંડલ સ્તરે મન કી બાત ટિફિન કે સાથ બેઠક યોજવામાં આવશે. જેમાં ભાજપા સ્થાપના દિનની પૂર્વ સંધ્યાએ 5 એપ્રિલના રોજ યોજાનાર ઘર ઘર મહાસંપર્ક અભિયાનની રૂપરેખા - આયોજન નિશ્ચિત કરવામાં આવશે. ૬ એપ્રિલ ભાજપા સ્થાપના દિનના રોજ યુવા મોરચાના કાર્યકર્તાઓ ભાજપા વરિષ્ઠ પદાધિકારીઓના નિવાસ પર ભાજપા ધ્વજ લગાવશે અને સાંજે 3 થી 6 દરમ્યાન સ્થાપના દિનની ઉજવણી જિલ્લા કાર્યાલય પર કરવામાં આવશે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના અનુસંધાને ભાજપા પ્રદેશના વિવિધ મોરચા દ્વારા આયોજિત થનાર વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમો વિશે તેઓએ વિસ્તૃત માહિતી આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande