
પોરબંદર, 24 માર્ચ (હિ.સ.)પોરબંદરના અડવાણા ગામે રહેતા એક વેપારી સાથે જામનગરના ધ્રોલ ખાતે રહેતા એક શખ્સે રૂ. રૂ.10,73,051 રકમ નહિં આપી છેતરપીંડી કરી હોવાની ફરીયાદ બગવદર પોલીસ મથકમા નોંધાઈ છે.
અડવાણા ખાતે રહેતા લીલાભાઈ વસતાભાઈ કારાવદરાની રાજશાખા રોડવેઝ નામની ટ્રેડિંગ ઓફિસ મારફત જામનગરના ધ્રોલ ખાતે રહેતા જીવન દેવજી ચાવડાએ ફ્લાઈસની ટ્રક નગં 53 જેની ટ્રાન્સપોટેશન સહીતની ફ્લાઈસની રકમ .રૂ.33,68,051 ની મંગવી હતી તે પ્રથમ ટ્રકની રકમ ભરપાઇ કરી વિશ્વાસ કેળવી અને કટકે કટકે 22,95,000ની રકમ ચુકવી દીધી હતી બાકી રહેતી રૂ.10,73,051નહિ ચુકવી આ રકમ ઉઘરાણી કરતા લીલાભાઇ કારાવદરાને ફોન પર ભુંડી ગાળો આપી એટ્રોસીટીના કેસમા ફસાવી દેવા ઉપરાંત આત્મ હત્યાની કોશિષ કરી ફસાવી દેવાની ધમકી આપી હતી આ બનાવ અંગે રાણાવાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya