ગીર સોમનાથ રોજગાર વિનિમય કચેરી ખાતે જિલ્લામાં આવેલ તમામ એકમોએ નોંધણી કરવી ફરજિયાત
ગીર સોમનાથ 25 માર્ચ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામા આવેલ તમામ એકમો/ કંપની/ સંસ્થાઓને સૂચિત કરવામા આવે છે કે, ફરજિયાત ખાલી જગ્યાઓની જાણ કાયદા-૧૯૫૯ (Compulsory Notification of Vacancies Act- 1959) અન્વયે પોતાના એકમનું રજિસ્ટ્રેશન જિલ્લા રોજગાર કચેરીએ ક
ગીર સોમનાથ રોજગાર વિનિમય કચેરી ખાતે જિલ્લામાં આવેલ તમામ એકમોએ નોંધણી કરવી ફરજિયાત


ગીર સોમનાથ 25 માર્ચ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામા આવેલ તમામ એકમો/ કંપની/ સંસ્થાઓને સૂચિત કરવામા આવે છે કે, ફરજિયાત ખાલી જગ્યાઓની જાણ કાયદા-૧૯૫૯ (Compulsory Notification of Vacancies Act- 1959) અન્વયે પોતાના એકમનું રજિસ્ટ્રેશન જિલ્લા રોજગાર કચેરીએ કરાવવું ફરજિયાત છે. જે એકમોની નોંધણી જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે થયેલ ન હોય તે તમામ એકમો/ કંપની/ સંસ્થાઓને જાણ કરવામાં આવે છે કે, તેમના એકમને લગત આધાર પુરાવાઓ સાથે તેમનું રજિસ્ટ્રેશન રોજગાર વિનિમય કચેરી ખાતેની કચેરીએ બિનચૂક કરાવવી તેવું જિલ્લા રોજગાર અધિકારી ડી.એ. પરમારે જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande